સુરતમાં ફરી ગ્રીષ્મા જેવી ઘટના બની! પ્રેમીએ યુવતીને બ્લેડથી ગાલ ચીરી દીધો,પછી…. – GujjuKhabri

સુરતમાં ફરી ગ્રીષ્મા જેવી ઘટના બની! પ્રેમીએ યુવતીને બ્લેડથી ગાલ ચીરી દીધો,પછી….

ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ મહિલાઓ પર ખુલ્લેઆમ હુમલાની ઘટનાઓ વધી રહી છે.જેના કારણે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ શા માટે વધી રહી છે?ત્યારે હવે ફરીથી સુરતના પાંડેસરા વિસ્તારમાં 14 વર્ષની કિશોરીની છેડતી કરી બ્લેડ વડે હુમલો કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરીને તેના ઘર નજીક રહેતો કાળું નામનો યુવક છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમમાં હતો.આરોપી વારંવાર સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાવ કરતો હતો.એક તરફ પ્રેમમાં પાગલ પ્રેમી કાળુંએ બે અઠવાડિયા પહેલા પાંડેસરા બમરોલી ગોવાલક રોડ ખાતે 14 વર્ષની સગીરાની છેડતી કરી હતી.સગીરાએ વિરોધ કરતા આરોપીએ બ્લેડના ઘા મારી મહારાષ્ટ્ર ફરાર થઇ ગયો હતો.

તમને જણાવીએ કે હુમલામાં યુવતીનો ગાલ ચરાઈ જતા 17 ટાંકા આવ્યા હતા.આરોપીએ છેલ્લા કેટલાક દિવસોથી 14 વર્ષની સગીરાનો પીછો કરતો હતો આ પહેલા બે થી ત્રણ વખત સગીરાની છેડતી પણ કરી હતી.હાલ પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સલીયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.