સુરતમાં દિવસે-દિવસે વધી રહ્યો છે લૂખ્ખા તત્વોનો ત્રાસ,પેટ્રોલ પંપ સળગાવવા માટે કર્યું કઈક આવું…. – GujjuKhabri

સુરતમાં દિવસે-દિવસે વધી રહ્યો છે લૂખ્ખા તત્વોનો ત્રાસ,પેટ્રોલ પંપ સળગાવવા માટે કર્યું કઈક આવું….

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે.અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે.ત્યારે તાજેતરમાં સુરતના મગદલ્લા રોડ પર સોમેશ્વર ખાતે એક યુવકે પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.મગદલ્લા રોડ પર સોમેશ્વર કોમ્પ્લેક્સ પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક યુવકે પેટ્રોલ પંપના કર્મચારી સાથે પેટ્રોલ ભરવાની બાબત પર ઝઘડો કર્યો હતો.

પેટ્રોલ ભરાવા આવેલા ઈસમ સાથે કર્મચારીની પણ સામાન્ય બોલાચાલી થઈ હતી.ત્યારે આરોપીઓએ પેટ્રોલ પંપ કર્મચારીઓને પિસ્તોલ જેવા હત્યાર વડે માર માર્યો હતો.આટલું જ નહીં ઉશ્કેરાયેલા આરોપીઓએ પેટ્રોલ ભરવાની નોઝલ કાઢી નીચે પેટ્રોલ છાંટ્યું હતું અને પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.સીસીટીવી કેમેરામાં કેદ થયેલી કિલપમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોપીઓએ પેટ્રોલ પંપ પર આતંક મચાવ્યો હતો.

સાથે સાથે એક યુવક પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કર્યાં બાદ પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.પેટ્રોલ પંપ સળગાવવાના સીસીટીવી સામે આવ્યા બાદ વેસુ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાયો છે. પોલીસે સીસીટીવીમાં દેખાઈ રહેલા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.