સુરતમાં ચાર બાળકોનો પિતા,17 વર્ષની હિન્દુ યુવતીને ભગાડી ગયો,રોજ નોકરી માટે રિક્ષામાં આવતી જતી હતી….. – GujjuKhabri

સુરતમાં ચાર બાળકોનો પિતા,17 વર્ષની હિન્દુ યુવતીને ભગાડી ગયો,રોજ નોકરી માટે રિક્ષામાં આવતી જતી હતી…..

ગુજરાતમાં ઘણા સમયથી લવ જેહાદ વકરી રહ્યો છે.ત્યારે સુરતમાં લવ જેહાદનો વિચિત્ર કિસ્સો બન્યો છે.સુરતના લાજપોરમાં ચાર સંતાનોનો પિતા 17 વર્ષની તરુણીને ભગાડી ગયો હતો.સુરતનાં લાજપોર ગામમાં રહેતો 48 વર્ષનો વિધર્મી 17 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવી જતાં વાતાવરણ તંગ બની ગયું છે.મળતી માહિતી અનુસાર શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી હોજીવાલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે નોકરી કરતી હતી.

તે લાજપોર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ફળીયામાં રહેતા 48 વર્ષીય અબ્દુલ હમીદ હાસીમ મઢીની રીક્ષામાં દરરોજ નોકરીએ આવતી જતી હતી.આ રીક્ષા ચાલક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઇ ગયો હતો.મોડી રાત સુધી ઘરે નહી ફરતા પરિવારજનોએ ભારે શોધખોળ કરી તેમજ પોલીસને જાણ કરી હતી.

રીક્ષાચાલક પણ સવારથી ગુમ જોવા મળ્યો.ફોન બંધ આવતા મામલો શંકાસ્પદ જણાઈ આવ્યો હતો.હમીદ મઢીનાં ચાર સંતાનો છે. તેમાં બે દીકરીનાં તો લગ્ન પણ થઇ ગયા છે. એક પુત્ર હોટલમાં કામ કરે છે.હમીદ મઢીએ પોતાની રીક્ષા વેચીને ઈકો કાર લીધી હતી.પરંતુ પોતાનાં મિત્રની રીક્ષામાં તરૂણીને ભગાવી ગયો હતો.આઇ ડિવિઝનના એ.સી.પી રામજી મવાણીએ જણાવ્યું હતું કે,

હમીદ વિરૂદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જો કે પોલીસે આરોપી અબ્દુલ હમીદની અજમેરથી ધરપકડ કરી લીધી છે. તેમજ 17 વર્ષીય સગીરાનો છૂટકારો કરાવ્યો છે. આરોપી સગીરાને ટ્રેન મારફત અજમેર લઈ ગયો હતો. પોલીસે મોબાઇલ સર્વેન્સને આધારે આરોપીને અજમેરથી ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીને લઈ અજમેરથી સુરત આવવા રવાના થઈ છે.