સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી લોકોની લૂંટતી મહિલાનો થઈ ગયો દાવ,આખરે ફસાઈ આવી રીતે….
કહેવાય છે ને મહેનત વગર કશુંય નથી.આજે ઘણા લોકોને મહેનત વગર જ પૈસા એકઠા કરવા છે.પરંતુ આ શક્ય જ નથી.ઘણા મહેનત વગર પૈસા કમાવવા એવા એવા રસ્તા અપનાવે છે કે બાદમાં તેમને શરમ અનુભવવી પડે છે તો પછી જેલ ભેગું થવું પડે છે.ઘણા લોકો ચોરી જેવા ખરાબ કૃત્ય અપનાવે છે તો કેટલાક જુઠાણું બકીને છેતરવાનું કાર્ય કરે છે.
આવામાં સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લેનાર નકલી DCP મહિલા પોલીસની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે.વિગતવાર જણાવીએ તો હર્ષા નામની મહિલાએ તેના બે સાગરીતો સાથે પાંડેસરા શિવ નગરમાં રહેતા અલ્કા પ્રહલાદ પાટીલના ઘરે જઈ ખોટો રોબ જમાવ્યો હતો.હું ક્રાઈમ બ્રાન્ચમાંથી આવું છું અને હું DCP છું કહીને પરિવારના સભ્યોને ડરાવ્યા હતા.
ત્યારે બાદ અસલી પોલીસની જેમ સાગરીતો સાથે મળીને ડ્રગ્સ હોવાનું કહીને ઘરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધાર્યું હતું.હર્ષાએ તમે ડ્રગ્સનો વેપાર કરો છો અને તમારા ઘરમાં ડ્રગ્સ છે એવો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.જેથી પરિવાર સાચેયમાં ડરી ગયો હતો.સાથે સાથે હર્ષાએ એમ પણ કહ્યું હતું કે જો ડ્રગ્સનો કેસ નહીં કરવા માંગતા હોય તો તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે.
જોકે પરિવારે નકલી DCP હર્ષા પાસે પૈસા આપવાની મુદત માંગી હતી.ત્યાર બાદ નજીકના સોનાના વેપારી પાસે જઈ અલકાબેને દાગીના વેચી પૈસા હર્ષાને આપ્યા હતા.પૈસા મળતા નકલી DCP અને તેના બે સાગરીતો છુમંતર થવા ભાગવા લાગ્યા હતા.પણ બુમાબુમ થતા નજીકમાં રહેતા લોકોએ નકલી DCP હર્ષાને જાલી લીધી હતી.
જો કે તેના સાગરીતો ભાગવામાં સફળ રહ્યા હતા.આ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ઘટના સ્થળે પોહચી આરોપી નકલી DCP હર્ષાની ધરપકડ કરી હતી અને બે ભાગી ગયેલા સાગરીતોને પકડવાની કામગીરી શરુ કરી હતી.આરોપી હર્ષા ચોવડીયા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે કતારગામ પોલીસ મથકમાં અગાવ ખંડણીના 2 ગુના સહિત હની ટ્રેપના ગુનામાં પકડાઈ ચુકી છે.