|

સુરતનો વેપારી મોર્નીગ વોક કરવા માટે ઘરેથી નીકળ્યો પણ મોડે સુધી ઘરે ના આવતા પરિવારે શોધખોળ કરી અને પછી જે સચ્ચાઈ સામે આવી એનાથી આખો પરિવાર તૂટી ગયો…

સુરતથી એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે. સુરતનો વેપારી વહેલી સવારે પોતાના ઘરેથી મોર્નીગવોક કરવા માટે નીકળ્યો પણ મોડે સુધી ઘરે ના આવતા પરિવારે તાપસ કરી તો જે સામે આવ્યું એનાથી આખો પરિવાર હચમચી ઉઠ્યો.મૂળ બિહારના નવીન શર્મા છેલ્લા ૨૦ વર્ષથી સુરતમાં રહેતા

હતા અને પોતાનો ધંધો કરતા હતા. તે દરરોજ સવારે મોર્નીગ વોક કરવા માટે જતા અને ઘરે આવી જતા.પણ ગઈકાલે તે સવારે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા પણ સમયસર ઘરે આ આવતા પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા.અને નવીન ભાઈની શોધ ખોળ ચાલુ કરતા જાણવા મળ્યું કે તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તરત જ પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. તપાસ કરતા મૃતક નવીન ભાઈએ જણાવ્યું હતું કે.

તેમને થોડા વર્ષ પહેલા એમરોઇડરીના મશીન વેચવાનો ધંધો ચાલુ કર્યો હતો. પણ ભાગીદારી સાથે તકરાર થતા તે છુટા પડી ગયા હતા ખાલી હિસાબ જ બાકી હતો અને છેલ્લા ૫ મહિનાથી તેમને પોતાનો એક ધંધો શરૂ કર્યો હતો અને તે ધંધો ખુબજ સારો ચાલી રહ્યો હતો.

અને તેમને અચાનક આવું પગલું કેમ ઉઠાવી લીધું એની કોઈ જાણકારી નથી.હાલ એવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ધાંધાના લીધે તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધું હોય. આજે તેમના આ પગલાંથી આજે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તેમને મહેનત કરીને અહીં સુધી સફળતા પ્રાપ્ત કરી હતી અને આજે તેમને પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

Similar Posts