સુરતનો આ યુવક પરિવારમાં થતા ઝગડાઓથી કંટારી તાપી નદીમાં ઝંપલાવીને મોતને ભેટવાનો જ હતો, એટલામાં બે યુવકો તેની માટે દેવદૂત બનીને આવ્યા. – GujjuKhabri

સુરતનો આ યુવક પરિવારમાં થતા ઝગડાઓથી કંટારી તાપી નદીમાં ઝંપલાવીને મોતને ભેટવાનો જ હતો, એટલામાં બે યુવકો તેની માટે દેવદૂત બનીને આવ્યા.

જ્યાં જ્યાં પરિવાર છે ત્યાં ત્યાં નાના મોટા ઝગડાઓ હંમેશા માટે રહેતા જ હોય છે પણ અમુક વખતે આ ઝગડાઓ ઉગ્ર સ્વરૂપ પકડતા હોય છે અને તેમાં કોઈ અનિચ્છનીય બનાવ પણ બની જતા હોય છે. હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બનતા બનતા રહી ગયો છે.આજે મોટા ભાગના લોકો પરિવારમાં થતા કંટારા અને ઝગડાઓથી જ કંટારીને તેમનું જીવન ટૂંકાવી લેતા હોય છે.આ કિસ્સો સુરતનો છે અહીંયા એક વ્યક્તિ પરિવારમાં થતા રોજે રોજના ઝગડાથી કંટારીને પોતાની જીવન ટૂંકાવવા જતો હતો.

ત્યાં એક વ્યક્તિ આવ્યો અને તેનો જીવ બચાવીને તેને નવું જીવનદાન આપ્યું. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો એક યુવક ઘરમાં થતા ઝગડાઓથી કંટારી ગયો હતો અને હાલમાં તાપી નદીમાં કૂદીને તેનો જીવ બચાવ્યો હતો.

અવારનવાર તાપી નદીમાં લોકો ઝંપલાવીને તેમનું જીવન ટૂંકાવતા હતા એટલે ત્યાં બ્રિજ પર લોખંડની જારી લગાવવામાં આવી છે. એવામાં હાલમાં આ યુવક લોખંડની જારી પર ચડીને તાપી નદીમાં ઝંપલાવવા જતો હતો.

અને એટલામાં ત્યાંથી પસાર થતા બે લોકો ત્યાં આવી ગયા અને આ વ્યક્તિને ગ્રીલ પર ચડી ગયો હતો તો તેને નીચે ઉતાર્યો હતો.ત્યારબાદ અહીંયા લોકો ભેગા થઇ ગયા હતા અને બધા જ લોકોએ તેને સમજાવીને ઘરે મોકલ્યો હતો.

આમ આ બે લોકોએ આ યુવકને પકડીને નીચે ઉતારી સમજાવીને ઘરે મોકલીને તેની માટે દેવદૂત બન્યા હતા. આમ આ ઘટના બન્યા પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો જેમાં અહીંયા લોખંડની ગ્રીલ હોવાથી અને બે યુવકોના લીધી આ યુવકનો જીવ બચી ગયો.