સુરતની આ મહિલાઓએ ભજન કરતા કરતા ઉભો કરી દીધો ૨૦ લાખ રૂપિયાનો ધંધો, સારી એવી કમાણી કરી આજના યુવાનોને એક નવી રાહ દેખાડી…
વ્યકતિ જીવનમાં ધારે તો નામના નાના વિચારથી મોટું કામ કરી શકે છે. આજે અમે તમને એક એવી જ કેટલીક મહિલાઓ વિષે જણાવીશું કે જેમને ખરેખર કમાલ કરી દીધો. સુરતના અનિલ બેન પોતાની વૃદ્ધા અવસ્થા સામાન્ય મહિલાઓની જેમ જીવતા હતા.
તે પણ આજુ બાજુની મહિલાઓ સાથે ભજન અને સત્સંગ કરીને પોતાનું જીવન જીવી રહયા હતા. છેલ્લા ૭ વર્ષથી.અનિલ બેન પોતાના ઘરે આજુ બાજુની મહિલાઓ સાથે મળીને સત્સંગ કરતા હતા.
જયારે કોરોનાનો સમય આવ્યો તો તેમને સત્સંગ કરતા કરતા એવો વિચાર આવ્યો કે જેનાથી તેમનું આખું નસીબ જ બદલાઈ ગયું તેમને ઘરગથ્થું રીતે મહિલાઓ સાથે મળીને આયુર્વેદિક પ્રોડક્ટો બનાવવાની શરૂ કરી અને આ બધી જ પ્રોડક્ટો સોલાર કુકરની મદદથી બનાવવામાં આવે છે.
આયુર્વેદિક પ્રોડક્ટો હોવાથી આ વસ્તુઓની આડ અસર થવાની કોઈ સંભાવના જ નથી. આજે બધી મહિલાઓ મળીને ૧૭ થી પણ વધારે પ્રોડક્ટો બાનાવે છે. વાત વાતમાં શરૂ કરેલા આ કામથી આજે આ મહિલાઓ સારી એવી આવક પણ મેળવી રહી છે.
જે બાધા માટે એક પ્રેરણા રૂપ છે. અનિલ બેને જણાવ્યું કે આ વર્ષે તેમની આવક ૨૦ લાખ થવાની સંભાવના છે.તેમનું કહેવું છે કે તે આ પ્રોડક્ટોને ફક્ત દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ પહોંચાડવા માંગે છે. માટે આ સુરતની મહિલાઓની હિંમતની આજે ખુબજ પ્રશંશા કરવામાં આવી રહી છે. જો આ મહિલાઓ ભજન કરતા કરતા વર્ષે ૨૦ લાખ રૂપિયાની આવક ઉભી કરી શકે છે તો આપણે તો કરી જ શકીએ છીએ.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.