સુરતની આ મહિલાઓએ પોતાની આવડતથી શરૂ કર્યું સોલર બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું અને આજે તેનું વેચાણ કરીને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે…. – GujjuKhabri

સુરતની આ મહિલાઓએ પોતાની આવડતથી શરૂ કર્યું સોલર બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું અને આજે તેનું વેચાણ કરીને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે….

આજે આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે મહેનત કરીને આગળ વધતી હોય છે અને સફળતા મેળવતી હોય છે, તેવી જ મહિલાઓ વિષે આજે આપણે વાત કરીશું, ભજન-કિર્તન કરીને ભગવાનને ભજતી આ મહિલાઓએ કોરોના આવ્યો તે સમયે સમાજ સેવાનું કાર્ય કર્યું હતું. આ મહિલાઓએ લોકોને રોજગારી પણ રોજ મળી રહે તે માટે કંઈક કરવાનું આયોજન કર્યું હતું.

આ મહિલાઓએ સોલર બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું કામ શીખીને તેનું વેચાણ કરવાનું કામ શરૂ કર્યું હતું, આ પ્રોડક્ટ બનાવવાથી રોજગારી પણ ઉભી થઈ હતી અને તેની સાથે સાથે જે નફો મળે તે બધો જ નફો સમાજ સેવાની સાથે સાથે મુંગા પશુ પંખીઓ પાછળ વાપરવાનું નક્કી કર્યું હતું, આ મહિલાઓ દ્વારા બે વર્ષ બાદ મહિને દસ થી વિસ લાખ રૂપિયા નફો થવાની શક્યતા હતી.

એવીઆર સોલર બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરતાં અનિલાબેન રૂપાપરાએ જણાવતા કહ્યું હતું કે હું M.Com સુધીનો અભ્યાસ કર્યો હતો અને ૫૪ વર્ષની ઉંમર સુધી હું હાઉસવાઈફ તરીકે રહી હતી, ત્યારબાદ છેલ્લા સાત વર્ષથી મારા ઘરે સત્સંગ થતો હતો પણ જે સમયે દેશમાં કોરાના આવ્યો તે સમયે ઘણા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

તો અનિલાબેન કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને મુંબઈમાં રહેતા ૭૮ વર્ષના વયોવૃદ્ધ મહિલા પાસેથી બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું કામ શીખી લીધું હતું, ત્યારબાદ અનિલાબેનએ તેમની સૂઝબૂઝથી અલગ અલગ એમ ૧૭ પ્રકારની કુલ પ્રોડક્ટ બનાવીને તેનું વેચાણ કરવાનું કામ શરૂ કર્યું હતું. આ કામ કરવા માટે નાના વરાછા વિસ્તારમાં રહેતી અનિલાબેન અને તેમની સાથે સત્સંગ મંડળની બાર મહિલાઓ પણ જોડાઈ હતી.

અનિલાબેન પોતાના ઘરે જ સોલર કુકરની મદદથી ગૃહ ઉદ્યોગમાં જ તમામ પ્રકારની પ્રોડક્ટ બનાવતા હતા અને સાથે સાથે આ પ્રોડક્ટ બનાવવા માટે જરૂરીયાતમંદ મહિલાઓ પણ આવતી હતી, તે દરેક મહિલાઓને અનિલાબેન રોજગારી પણ આપતા હતા, આ મહિલાઓ હેર ઓઇલ, ફેશિયલ કીટ, સ્ક્રબ, ફેસપેક, હેર સ્પા, ફેસવોશ, સંધિવા તેલ અને મસાજ ઓઇલ પણ તૈયાર કરતા હતા.

આ દરેક પ્રોડક્ટને બનાવીને મહિલાઓ ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ કરતા હતા, સત્સંગ મંડળની મહિલાઓએ જણાવતા કહ્યું હતું કે અમારી પ્રોડક્ટથી કોઈ આડઅસર થતી નથી એટલે અમારે આ પ્રોડક્ટ આખા વિશ્વભરમાં પહોંચાડવાની ખુબ જ ઈચ્છા છે. આ મહિલાઓ આ પ્રોડક્ટનું વેચાણ કરીને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.