સુરતની આ દીકરી તેની માતાનો ફોન નોતી ઉપાડતી તો તેના પિતા તરત જ ઘરે આવ્યા અને ઘરે આવીને જે જોયું તે જોતાંની સાથે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ… – GujjuKhabri

સુરતની આ દીકરી તેની માતાનો ફોન નોતી ઉપાડતી તો તેના પિતા તરત જ ઘરે આવ્યા અને ઘરે આવીને જે જોયું તે જોતાંની સાથે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ…

આજના સમયમાં બધા જ યુવકો-યુવતીઓને અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે અને આજે આ અભ્યાસને લીધે કેટલાય યુવકો મોટું સ્થાન મેળવતા હોય છે અને અમુક વખતે વિદ્યાર્થીઓને નાપાસ થવાની બીકથી ગમે તેવા પગલાં પણ ઉઠાવી લેતા હોય છે.

હાલમાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે જેમાં એક યુવતીએ નાપાસ થવાની બીકથી તેનું જીવન ટૂંકાવી લીધું છે.સુરતમાં હાલમાં એક યુવતીએ તેનું જીવન ટૂંકાવી દીધું હતું, આ કિસ્સો સુરતના મગદલ્લા વિસ્તારમાં બન્યો હતો.

અહીંયા એક કોમ્પ્યુટર ડિપ્લોમાનો અભ્યાસ કરીને ડિગ્રીની અભ્યાસ કરતી હેતાલીએ તેનું જીવન ટૂંકાવી લીધું હતું. તેને કેનેડા જવાનું હતું અને તેમાં પણ તેને ઓછા બેન્ડ આવ્યા હતા. આ બધી વાતોથી દીકરી હતાશ થઇ ગઈ હતી.

જેમાં હાલમાં હેતાલીએ બપોરના સમયે તેની માતા સાથે ફોનમાં વાત કરીને જ્યાં રહેતા હતા ત્યાં ફ્લેટનો દરવાજો બંધ કરીને તેનું જીવન ટૂંકાવી લીધું હતું. તો માતાએ સાંજે ફોન ર્ક્યો હતો પણ હેતાલીએ ફોન ના ઉપાડતા તેના પિતાએ ઘરે આવીને તપાસ કરી હતી તો એવું જાણવાં મળ્યું હતું કે દીકરીએ તેનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના પછી પિતાના પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી, આ ઘટના અંગે પરિવારના બધા જ લોકોને ખબર પડતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જયારે દીકરીના મૃત્યુના સમાચાર પરિવારના લોકોએ સાંભળ્યા તો આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો અને આ બનાવ વિષે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.