સુરતની આ દીકરીએ દિવસ રાત અથાગ મહેનત કરીને CA ની ફાઇનલ પરીક્ષામાં દેશભરમાં ત્રીજો નંબર મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.
ગુજરાતમાં આપણે ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે સખત મહેનત કરીને જીવનમાં આગળ વધતી હોય છે અને સફળતા મેળવીને માતાપિતાનું નામ રોષન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ સુરતની દીકરી વિષે વાત કરીશું, સુરતની સૃષ્ટિ સંઘવીએ સીએ બનીને આખા દેશમાં ત્રીજો નંબર મેળવીને સુરતની સાથે સાથે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.
સૃષ્ટિએ જણાવતા કહ્યું હતું કે અઘરા વિષયોને ઇન્ટરેસ્ટિંગ બનાવીને પહેલા દિવસથી જ તૈયારી કરવાની શરૂ કરી હતી, સૃષ્ટિએ વર્ષ ૨૦૧૮ માં બારમું ધોરણ પાસ કરીને ચાર વર્ષમાં જ તેને સીએની પરીક્ષા પાસ કરીને આખા પરિવારનું નામ રોશન કર્યું હતું, ભારત દેશમાંથી સીએની પરીક્ષા ૨૯,૩૪૮ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.
તેમાંથી ૩૬૯૫ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમાંથી સૃષ્ટિ સંઘવીને ત્રીજો નંબર મેળવીને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. સૃષ્ટિએ જણાવતા કહ્યું હતું કે તેના પરિવારમાં મોટાભાગના દરેક સભ્યો સીએ હતા એટલે સૃષ્ટિને પણ બાળપણથી સીએ બનવાની ઈચ્છા હતી એટલે સૃષ્ટિએ તે પ્રમાણે જ તૈયારી કરવાની શરૂ કરી હતી.
તેના કારણે આજે સૃષ્ટિએ મોટી સફળતા મેળવીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું હતું, સૃષ્ટિની આ સફળતા પાછળ તેના પરિવારના લોકોનો અને શિક્ષકોનો ખુબ જ સાથ અને સહકાર હતો, સૃષ્ટિ દિવસના દસ થી બાર કલાક તૈયારી કરતી હતી. સૃષ્ટિના પિતા કેયુરભાઈએ પણ જણાવતા કહ્યું હતું કે સૃષ્ટિને પહેલેથી જ સીએ બનવું હતું એટલે તેને અમે મોટીવેટ કરતા હતા અને જરૂર પડે તો માર્ગદર્શન પણ આપતા હતા.
તેથી સૃષ્ટિએ કહ્યું હતું કે સીએનો અભ્યાસક્રમ ખૂબ જ વિશાળ હોય છે એટલે તેનું સતત રિવિઝન કરવું જોઈએ અને રિવિઝન વગર સીએની પરીક્ષા પાસ કરવીએ ખૂબ જ અઘરી છે, સીએ બનવા માટે ઓડિટ જેવા અઘરા વિષયને પણ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે પહેલેથી જ તૈયારી કરવી પડે છે, આથી સૃષ્ટિએ તેની નાની ઉંમરમાં જ સીએ બનીને આખા દેશમાં પરિવારનું નામ રોષન કર્યું.