સુરતના PSI એ શાળાનાં ૧૦૦ બાળકોને દત્તક લઈને તેમનો બધો જ ખર્ચો ઉપાડીને માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો….
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને જીવતા હોય છે, ઘણા એવા પણ લોકો હોય છે જે બીજાની મદદ માટે પોતાની આખી જિંદગી પણ વિતાવી દેતા હોય છે, આજે આપણે એક તેવા જ જૂનાગઢના કેશોદના બળોદર ગામના રહેવાસી PSI ની વાત કરીશું.
હાલમાં આ PSI તેમની ફરજ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા, આ PSI નું નામ હરેશભાઈ એલ. જેબલિયા હતું, હરેશભાઈએ રાષ્ટ્રપ્રેમની સાથે સાથે શિક્ષણપ્રેમની એક અનોખી મિસાલ પૂરી પાડી હતી, હરેશભાઈને ધારીના દઈડા ગામની શાળાનાં ૧૦૦ બાળકોને દત્તક લઈને સેવાનું કામ કર્યું હતું, હરેશભાઈએ જણાવતા કહ્યું હતું.
આ બાળકોને જ્યાં સુધી અભ્યાસ કરવો હશે ત્યાં સુધી હરેશભાઈ તે બધા જ બાળકોને પોતાના ખર્ચે ભણાવશે. હરેશભાઈએ જણાવતા કહ્યું હતું કે જયારે મારી તાલીમ પુરી થઇ તે પછી મારુ પહેલું પોસ્ટિંગ વર્ષ ૨૦૧૯ માં અમદાવાદના કોટડા શહેરમાં આવ્યું હતું, ત્યારબાદ હરેશભાઈએ ખાખી વરદીમાં પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં જઈને વૃધ્ધો વચ્ચે મનાવ્યો હતો.
તે સમયે હરેશભાઈનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો, ત્યારબાદ હરેશભાઈને એવું લાગ્યું કે લોકોની વધારે મદદ કરવી જોઈએ, તે પછી હરેશભાઈએ મનોમન નક્કી કરી લીધું અને ૧૦૦ બાળકોને દત્તક લઈને તેમનો બધો જ ખર્ચો ઉઠાવવાનું નક્કી કરીને હાલમાં બધી જ જવાબદારી સંભાળી રહ્યા હતા. આથી પીએસઆઇ હરેશભાઈના આ કામને જોઈને દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા હતા.