સુરતના મોટા ઉધોગપતિ એવા મહેશ સવાણી આ વર્ષે પણ અનાથ અને ગરીબ દીકરીઓના પાલક પિતા બનીને લગ્ન કરાવીને તેમના કન્યાદાન કરશે. – GujjuKhabri

સુરતના મોટા ઉધોગપતિ એવા મહેશ સવાણી આ વર્ષે પણ અનાથ અને ગરીબ દીકરીઓના પાલક પિતા બનીને લગ્ન કરાવીને તેમના કન્યાદાન કરશે.

સુરતના જાણીતા એવા ઉધોગપતિ મહેશ સવાણીને તો દરેક લોકો ઓળખે જ છે, મહેશ સવાણીને હજારો દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખવામાં આવે છે, મહેશ સવાણીએ અત્યાર સુધી ચાર કરતા પણ વધારે અનાથ અને ગરીબ પરિવારની દીકરીઓને દત્તક લઈને તેમના લગ્ન કરાવે છે, મહેશ સવાણીને દત્તક અને અનાથ દીકરીઓના પિતા ભામાશા ગણવામાં આવે છે.

મહેશ સવાણીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલનપુર તાલુકાના રાપરડા ગામમાં થયો હતો, મહેશ સવાણીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી તો પણ મહેશ સવાણીએ ઘણા સંઘર્ષોનો સામનો કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્ર્યો હતો, ત્યારબાદ મહેશ સવાણી સુરતમાં આવીને એક વ્યવસાય સાથે જોડાયા અને તે પછી મહેશ સવાણીએ એક હીરાનો વ્યવસાય કરવાનો શરૂ કર્યો હતો.

ત્યાર પછી મહેશ સવાણી ધીરે ધીરે હીરાના મોટા વહેપારી બની ગયા અને ત્યારબાદ વર્ષ ૨૦૦૮ માં મહેશ સવાણીએ પી.પી.સવાણી ગ્રુપ સાથે જોડાયા હતા. મહેશ સવાણી એક મોટા બિઝનેસ મેનની સાથે સાથે અનાથ અને ગરીબ પરિવારની દીકરીઓના પાલક પિતા પણ બન્યા હતા, હાલમાં મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓના નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવીને તેમને સાસરે વળાવે છે.

અત્યાર સુધી મહેશ સવાણી ચાર હજાર કરતા પણ વધારે દીકરીઓના પાલક પિતા બન્યા હતા અને આ વર્ષે પણ અનાથ અને ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન હોવાથી હાલમાં દરેક દીકરીઓની ખરીદી મહેશ સવાણી સાથે રહીને કરાવી રહ્યા હતા,

દરેક દીકરીઓ હાલમાં સુરતની દીકરી સિલ્ક પેલેસ નામની દુકાનમાંથી ખરીદી કરી રહી હતી. આથી દરેક લોકો મહેશ સવાણીના સેવાના કાર્યને જોઈને દરેક લોકો તેમને સલામ કરે છે.