|

સુરતના મીનાબેન છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલની બહાર ડ્રાયફ્રૂટથી ભરપૂર પ્રોટિનયુક્ત ભોજન વિનામૂલ્યે જમાડીને સેવાનું કરી રહ્યા છે કામ….

આપણે ઘણી સંસ્થાઓને જોતા હોઈએ છીએ જે લોકોને વિનામૂલ્યે ભોજન કરાવીને સેવાનું કામ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ મહિલા વિષે વાત કરીશું, આ મહિલાનું નામ મીનાબેન મહેતા હતું, મીનાબેનને બધા લોકો પેડવુમન તરીકે ઓળખે છે, મીનાબેન પેડવિતરણની સાથે સાથે તેમની સંસ્થા માનુની ટ્રસ્ટ પણ અન્ય ઘણા બધા સેવાના કાર્યો કરી રહી હતી.

મીનાબેન કોઈ પણ પ્રકારના પ્રચાર કે એવોર્ડ પ્રાપ્ત કરવાની ઈચ્છા વગર માત્ર સેવા કરવાની ભાવનાથી આજે ઘણા વર્ષોથી સુરત શહેરમાં સેવાનું અનોખું કામ કરી રહ્યા છે, સુરતમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં જે લોકો સારવાર માટે આવે છે તે દરેક લોકોની સેવા કરીને મીનાબેન માનવતા મહેકાવી રહ્યા હતા, આ સિવિલ હોસ્પિટલમાં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તે લોકો જ સારવાર માટે આવે છે.

આથી તે દરેક લોકોના દુઃખને દૂર કરવા માટે સુરતના મીનાબેન આગળ આવ્યા હતા, મીનાબેન માનુની ટ્રસ્ટના સંચાલક હતાં અને તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની વ્યથાને દૂર કરવા માટે કાર્યરત થયા હતા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અતુલ મહેતા અને મીના મહેતા બંને જાતે જ રસોઈ તૈયાર કરે છે અને બધી જ રસોઈ ભરપૂર પ્રોટીનયુક્ત હોય છે.

મીનાબેન દરરોજ રોટલી, શાક, કઠોળ અને ભાત ખિચડી પ્રોટીનયુક્ત બનાવીને દરરોજ સિવિલ હોસ્પીટલમાં પહોંચાડીને અનોખી સેવા કરી રહ્યા છે, મીનાબેન દરરોજ સાંજના પાંચ વાગે એટલે સિવિલ હોસ્પિટલની બહાર ટેબલ મૂકે એટલે ભોજન માટે લાઇન લાગી જતી હોય છે. મીનાબેન છેલ્લા ૧૦૦૦ દિવસ કરતા પણ વધારે દિવસોથી એક પણ દિવસની રજા લીધા વગર સિવિલ હોસ્પિટલમાં ભોજન પહોંચાડીને સેવાનું કામ કરી રહ્યા છે.

Similar Posts