સુરતના બે મિત્રોએ તેમની નોકરી છોડીને કોલેજીયન ભેળ વેચવાનું ચાલુ કર્યું તેમાંથી આજે પગભર થઈને બીજા યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે…. – GujjuKhabri

સુરતના બે મિત્રોએ તેમની નોકરી છોડીને કોલેજીયન ભેળ વેચવાનું ચાલુ કર્યું તેમાંથી આજે પગભર થઈને બીજા યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે….

દરેકે દરેક લોકોને તેમના જીવનમાં હંમેશા આગળ વધવું હોય છે અને તેની માટે તેઓ ખુબ જ મહેનત કરતા હોય છે. આ સાથે લોકો તેમના જીવનમાં આગળ વધતા હોય છે, આજે બધા જ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે અને તેથી જ આજે યુવકો અને યુવતીઓ આ ક્ષેત્રે આગળ વધતા હોય છે.

એવી જ રીતે સુરતના બે મિત્રોએ તેમની નોકરી છોડીને ભેળ વેચવાનું ચાલુ કર્યું છે.વરાછા વિસ્તારમાં ભાવેશભાઈ અને જયદીપભાઈ બંને છેલ્લા અઢી વર્ષથી ભેળ બનાવી રહ્યા છે, તેઓ પહેલા નોકરી કરતા હતા અને ત્યારે તેમને કંઈક નવું કરવાનું મન થયું હતું,

જેથી તેઓએ કોરોના પછી સ્ટ્રીટ ફૂડ વેચવાનું મન બનાવી લીધું હતું. આમ તેઓને આ કામ કરવા માટે તેમના પરિવારે પણ સાથ આપ્યો હતો જેથી તેઓએ આ કામ ચાલુ કર્યું હતું.

તેઓને શરૂઆતમાં બે વર્ષ સુધી સારો રિસ્પોન્ડ નહતો મળ્યો પણ તેઓએ હિંમત હાર્યા વગર તેમનું આ કામ ચાલુ રાખ્યું હતું. આવી જ રીતે તેઓ આજે રોજે રોજ બસો પ્લેટ ભેળ વેચી દે છે. આમ તેઓ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

અને નોકરી છોડીને તેઓ પોતે આત્મનિર્ભર બનીને બીજા યુવકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે.આ મિત્રો હેલ્ધી ભેળ બનાવી રહ્યા છે જે લોકો માટે ઘણી હેલ્ધી સાબિત થશે, આવી જ રીતે આ યુવકો તેમના પગભર થઇ ગયા છે અને બીજા યુવાનો માટે પણ તેઓ પ્રેરણારૂપ સાબિત થયા છે. આજે બધા જ લોકોને આગળ વધવું છે પણ હિંમત હારી જતા હોય છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.