સુરતના પાંચ મિત્રો રજા હોવાથી મોજ મસ્તી કરવા દરિયાકિનારે ગયા હતા પણ થયું એવું કે એકસાથે પાંચેય મિત્રો દુનિયાને અલવિદા કહી ગયા… – GujjuKhabri

સુરતના પાંચ મિત્રો રજા હોવાથી મોજ મસ્તી કરવા દરિયાકિનારે ગયા હતા પણ થયું એવું કે એકસાથે પાંચેય મિત્રો દુનિયાને અલવિદા કહી ગયા…

રોજબરોજ અવનવા ઘણા બનાવો બનતા હોય છે તે જાણીને દરેક લોકો ચકિત થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સુરતના સુંવાલી દરિયા કિનારેથી સામે આવ્યો હતો, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે રવિવારના રોજ પાંચ મિત્રો મોજ મસ્તી કરવા માટે દરિયા કિનારે ગયા હતા.

આ પાંચ મિત્રો ભટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના રહેવાસી હતા, રવિવારના રોજ પાંચ મિત્રો એકસાથે મોજ મસ્તી કરવા માટે સુવાલી દરિયાકિનારે ગયા હતા, ત્યાં ન્હાતા ન્હાતા આ મિત્રો પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી હતી, આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટિમને થઇ તો તરત જ ટિમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગની ટીમે તાત્કાલિક જ ઘટનાસ્થળે આવીને પાંચ મિત્રોની શોધખોળ કરવાની શરૂ કરી તો એક મિત્રનો મૃતદેહ મળી આવ્યો હતો, ચાર મિત્રોની હજુ સુધી તપાસ ચાલી રહી હતી એટલે હજુ સુધી કોઈ પત્તો મળ્યો ન હતો, રવિવારની રજ હોવાથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે, તેથી તે દિવસે સુંવાલી દરિયા કિનારે પણ ખુબ જ મોટી ભીડ હોય છે.

સુરતના લોકો પણ મોટી સંખ્યામાં દરિયા કિનારે નાહવા માટે આવતા હોય છે, ગઈકાલના રોજ એકસાથે પાંચ મિત્રોના દરિયામાં ડૂબી જવાના સમાચાર ફાયર વિભાગની ટીમને મળ્યા તો તરત જ ફાયર વિભાગની ટિમ ઘટનાસ્થળ પર આવી ગઈ અને મિત્રોની શોધખોળ કરવાની શરૂ કરી. આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ પરિવારના લોકો ઘટનાસ્થળે આવી ગયા અને દુઃખી થઈને જોરજોરથી રડી રહ્યા હતા.