સુરતના દિવ્યાંગ પિતાએ દિવસ રાત રિક્ષા ચલાવીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ દસમા ધોરણમાં ૯૪.૫૦ ટકા મેળવીને માતાપિતાની મહેનતને સાર્થક કરી. – GujjuKhabri

સુરતના દિવ્યાંગ પિતાએ દિવસ રાત રિક્ષા ચલાવીને દીકરીને ભણાવી તો દીકરીએ પણ દસમા ધોરણમાં ૯૪.૫૦ ટકા મેળવીને માતાપિતાની મહેનતને સાર્થક કરી.

આજે ધોરણ દસનું પરિણામ આખા ગુજરાત રાજ્યમાં જાહેર થયું છે, તેમાં ઘણા વિધાર્થીઓએ સારા ટકા મેળવીને માતાપિતાનું નામ રોશન કર્યું છે, આપણે દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, આ કહેવતને સુરતના દિવ્યાંગ રિક્ષાચાલકની દીકરીએ આજે સાબિત કરીને બતાવી હતી.

સુરતની આ દીકરીનું નામ પઠાણ તબસ્સુમ ઇલ્યાસ ખાન હતું, તબસ્સુમએ દસમા ધોરણની પરીક્ષામાં 94.50 ટકા મેળવીને કે આખા પરિવારનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું હતું, તબસ્સુમના પિતાની હવે ઈચ્છા છે કે તેમની દીકરી આગળ સારો અભ્યાસ કરીને ડોક્ટર બને. તબસ્સુમના પિતાએ જણાવતા કહ્યું હતું કે ત્રણ દીકરીઓને ભણાવીને સારો અભ્યાસ કરાવ્યો અને હવે ડોક્ટર બનવાની ઈચ્છા છે.

તબસ્સુમએ પણ જણાવ્યું હતું કે તે દરરોજ દિવસ રાત સખત મહેનત કરતી હતી અને રોજના અઢાર કલાક શાળા અને વાંચન પાછળ આપતી હતી અને તબસ્સુમનું પહેલાથી જ સારો અભ્યાસ કરીને સારો અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું હતું, તેથી હવે તબસ્સુમ સાયન્સમાં બી ગ્રુપ રાખીને સારો અભ્યાસ કરશે, તબસ્સુમના માતા-પિતાનું પણ સપનું છે કે તે હવે આગળ વધીને ડોક્ટર બનીને સારો અભ્યાસ કરે.

તબસ્સુમની મોટી બહેન પણ નર્સિંગનો કોર્સ કરી રહી હતી, તેથી મને પણ મેડિકલ ફીલ્ડમાં જવાની ખુબ જ ઈચ્છા છે, તબસ્સુમને તેની બહેન ખૂબ સારી રીતે માર્ગદર્શન આપતી હતી, તબસ્સુમના પિતાને શારીરિક રીતે તકલીફ હતી તો પણ તે પોતે રિક્ષા ચલાવતા હતા અને આખા પરિવારની બધી જ જવાબદારી સંભાળતા હતા.

તબસ્સુમના પિતાએ જણાવ્યું હતું કે તે પોતે દિવ્યાંગ હતા તો પણ તે ક્યારેય હિંમત નથી હાર્યા અને ત્રણેય દીકરીઓને ખુબ સારો અભ્યાસ કરાવીને ડોક્ટર બનાવવા ઈચ્છે છે, તેથી તબસ્સુમએ દસમા ધોરણમાં સારા ટકા મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું.