સુરતના ડાયમંડકીંગના નામે ઓળખાતા આ વ્યક્તિએ પોતાના આખા ગામને આપી દિવાળીની આ ખાસ ગિફ્ટ… – GujjuKhabri

સુરતના ડાયમંડકીંગના નામે ઓળખાતા આ વ્યક્તિએ પોતાના આખા ગામને આપી દિવાળીની આ ખાસ ગિફ્ટ…

સુરતના ડાયમંડ કીંગ તરીકે જાણીતા ગોવિંદભાઈ ધોળકીયા હંમેશા સેવાઓના કામમાં આગળ રહે છે ત્યારે ફરી એક વખત તેવોએ પોતાના મુળ વતન પોતાનું ગામ દુધાળાને એક મોટી ભેટ આપી છે.જેના કારણે હાલ લોકો આ કાર્યને ખુબ વખાણી રહ્યા છે.તમને જણાવીએ કે અગાઉ કોરોના કાળમાં તેમણે અમરેલીના લાઠીમાં લાલજીદાદાના વડલા નામની હોસ્પિટલમાં દર્દીઓને કોરોનાની વિનામુલ્યે સારવાર અપાવી હતી.

અગાઉ તેમણે પરિવારમાં વર્ષો પછી જન્મેલી રાજકુમારીના વધામણા માટે એક ભવ્ય આયોજન કર્યું હતું.તેમની રાજકુમારીને એક ખાસ શણગારેલી બસમાં ઘરે આવકારી હતી.આ બસને સુરતના મુખ્ય માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી.પોતાની જન્મભૂમિ માટેનો પ્રેમ કઈ અલગ જ હોય છે.આવો જ પ્રેમ ધોળકીયાને અમરેલીના દૂધાળા ગામ સાથે છે.

દૂધાળા ગામના લોકો વર્ષે કરોડો રૂપિયાનું વીજ બીલ ભરે છે.જેથી ગોવિંદ ભાઈ ધોળકીયાએ નક્કી કર્યું છે કે તે પોતના વતનમાં રહેતા લોકોના પૈસા બચાવશે.જે માટે તેમણે નક્કી કર્યું છે કે તેઓ દૂધાળા ગામે રહેતા તમામ પરિવારો માટે પોતાના ખર્ચે સોલાર સિસ્ટમ આપશે.જેથી લોકોના વીજબીલમાં વપરાતા પૈસા બચી શકે.

તમને જણાવીએ કે ગોવિંદભાઇ ધોળકીયાનું થોડા સમય પહેલા લિવરનું ઓપરેશ કરાવ્યુ હતું.કતારગામની કિરણ હોસ્પિટલમાં આશરે 9 કલાક લાંબુ ઓપરેશન ચાલ્યુ હતું, જેમાં ડોકટરોની ટીમે આકરી મહેનત બાદ સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.

હાલ સુધીમાં 2000થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર જાણીતા સર્જન ડો. રવિ મોહન્કાએ આ શસ્ત્રક્રિયા સેકસેસ રીતે કરી હતી. જણાવી દઈએ કે ગોવિંદભાઈ ગુજરાતમાં રામમંદિર નિર્માણ નિધિના અધ્યક્ષ છે અને તેમણે રામમંદિર માટે રૂ. 11 કરોડનું દાન પણ કર્યું છે, જેથી એ પણ કહી શકાય કે દાનના બદલામાં કુદરત તરફથી તેમણે નવજીવન મળ્યું છે.