સુરતના આ મહિલા PSI આજે અનાથ અને ગરીબ પરિવારની ૪૦ દીકરીઓને પોતાના પગભર કરીને મોટી સેવાનું કામ કરી રહ્યા છે.
દેશની પોલીસને આપણે જોતા હોઈએ છીએ જે દેશના લોકોની સેવા અને રક્ષા કરવા માટે ચોવીસે કલાક ખડે પગે રહેતી હોય છે અને દેશની સેવા કરતા હોય છે, આપણે દરેક લોકો પોલીસ કર્મીઓ વિષે તો જાણતા જ હોઈએ છીએ કે જે દિવસ રાત આપણા બધા લોકોની રક્ષા કરતા હોય છે. આજે આપણે એક તેવા જ સુરતના PSI વિષે જાણીશું.
સુરતના આ PSI ગરીબ બાળકો અને અનાથ બાળકો માટે મોટી સેવાનું કામ કરી રહ્યા હતા. આ મહિલા PSI નું નામ શીતલબેન છે, તેઓ ગોડાદરા પોલીસ મથકમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. શીતલબેન પોતાની ફરજ પછી અનાથ અને ગરીબ બાળકોને અભ્યાસ કરાવીને જુદી જુદી એક્ટિવિટી કરાવીને તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા હતા.
તેથી તે બાળકો પણ પોતાના જીવનમાં આગળ વધી શકે અને તે બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે શીતલબેન આ સેવાનું કામ કરી રહ્યા હતા, શીતલબેનએ માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું હતું, આ મહિલા PSI ગરીબ
અને અનાથ બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા હતા, આ PSI અનાથ બાળકોને જ્વેલરી ફેબ્રિક ઇમિટેશન જ્વેલરી નેકલેસ સહીત બીજી ઘણી વસ્તુઓ શીખવાડીને બાળકોને પોતાના પગભર કરી રહ્યા હતા.
જેથી બાળકોને તેમના જીવનમાં તે બધું કામ આવે. શીતલબેન દર રવિવારે તેમની ફરજ પુરી કરીને ઢીંકા ચીકા ચાર્લી હાઉસ ખાતે ૪૦ દીકરીઓને જીવનના પાઠ શીખવીને તેમને આગળ વધાવી રહ્યા હતા, કારણ કે આ દીકરીઓ તેમના જીવનમાં પાછળ ના રહી જાય અને પોતે પગભર થઈને તેમનું જીવન શાંતિથી જીવી શકે તે માટે શીતલબેન આ સેવાનું કામ કરી રહ્યા હતા.