સુરતના આ પરિવારમાં એકનો એક દીકરો ગુમાવ્યો,તો બહેનોની હાલત જોઈને આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો…. – GujjuKhabri

સુરતના આ પરિવારમાં એકનો એક દીકરો ગુમાવ્યો,તો બહેનોની હાલત જોઈને આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો….

સુરતની અનુપમ રસાયણ ફેક્ટરીમાં શનિવારે રાત્રે બોઈલર બ્લાસ્ટ થતાં સમગ્ર ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી.વિસ્ફોટથી ફેક્ટરીમાં કામ કરતા 4 કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને 20 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા.જેથી દરેકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તોમાં સારવાર દરમિયાન એન્જિનિયર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જેથી મૃત્યુઆંકની સંખ્યા ચારથી લઈને પાંચ ઉપર પહોંચી હતી.તમને જણાવી દઈએ કે મૃતક યુવક(એન્જિનિયર) પરિવારમાં એકમાત્ર દીકરો હતો.શનિવારે મોડી રાત્રે અનુપમ રસાયણ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી.

ગંભીર રીતે દાઝેલા કર્મીઓને ખાનગી તેમજ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા.સાથે સાથે ઘટના સ્થળેથી ચાર મૃતદેહ મળ્યા હતા.જેમની હાલત બહુ જ નિર્દયી થઇ ગઈ હતી.જ્યારે વધુ એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

તમને જણાવીએ કે ઇન્જીનિયર કર્મચારી છેલ્લા પાંચ દિવસથી મોત અને જીવન વચ્ચે જૂલા જુલી રહ્યો હતો.આખરે તેણે દમ તોડી દીધો અને ભગવાનનો પ્યારો થઇ ગયો.અત્રે ઉલ્લેખનીય છે કે ફેક્ટરીમાં એન્જિનિયરિંગમાં ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોર દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમની સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પરિવાર વચ્ચે જયરાજસિંહના અચાનક ચાલ્યા જવાથી પરિવાર પર દુઃખના આભ તૂટી પડ્યા હતા.કહેવાય છે કે પરિવારના વ્હાલસોયા યુવાનને ચશ્માં પહેરવાનો ખુબ શોખ હતો.કહેવાય છે કે તે નવસારીના કોલાસના ગામનો યુવાન હતો અને પરિવારમાં ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો.તેને ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામ શોકમાં ફેરવાઈ ગયું હતું.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.