સુરતના આ પરિવારને લોકો કહી રહ્યા છે રાવણના પૂર્વજો,લોકોએ કહ્યું-ઘરની બહાર નીકળતા નઇ,નહિતો સળગાવી દેશે…..જાણો શું છે કહાની
સુરતમાં એક પરિવારની સરનેમે તેમને અનોખી પ્રસિદ્ધિ અપાવી છે. આ સરનેમ જાણી તમે પણ વિચારમાં પડી જશો. આ પરિવારની સરનેમ લંકાપતિ છે. રાવણ લંકાનો રાજા હતો તેથી તેને લંકા પતિ કહેવાતા હતા. જોકે આ પરિવારની સરનેમ પણ લંકા પતિ હોવાથી લોકો તેમને રાવણના પૂર્વજો કહી રહ્યા છે.લંકાપતિ અટકની વાર્તા કહેતા મિતુલભાઈ અને મહેશભાઈ લંકાપતિના જણાવ્યા મુજબ અમારી પાંચ પેઢીથી સરનેમ પડી ગઈ છે.
વર્ષો પહેલા જયારે સુરત સિટીને બદલે નાનાં નાનાં ગામોમાં કે વિસ્તારોમાં વહેંચાયેલું હતું. એ સમયે કાલિદાસ ગોટાવાલા સલાબતપુરામાં રહેતા હતા. તેઓ ભરાવદાર મૂંછ અને મજબૂત કદ કાઠી ધરાવતા હતા. તો રોજ રાત્રે જમ્યા પછી રામમંદિરના ચોરા પર મંદિરના મહારાજનો સત્સંગ સાંભળવા જતા હતા. આ દરમિયાન એક દિવસ તેઓ રામમંદિરના સત્સંગમાં કોઈ કારણસર પહોચી શક્યા નહોતા.
તે સમયે લોકોએ કહ્યું હતું કે, પેલા રાવણ જેવા દેખાઈ તે કેમ આવ્યા નથી. ત્યારથી લોકો તેઓને લંકાપતિ રાવણના નામથી બોલાવતા હતા. તેમજ ત્યારથી જ તેઓની સરનેમ લંકાપતિ પડી ગઈ છે.અનોખી સરનેમ ઈન્ટરનેટમાં પણ ધૂમ મચાવે છે. ગૂગલ પર લંકાપતિ સર્ચ કરીએ તો એક તો રાવણને દર્શાવે છે. બીજું લંકાપતિ પરિવારનું નામ આવે છે.દેશમાં કદાચ એક જ પરિવારની સરનેમ લંકાપતિ હશે.
લંકાપતિ સરનેમના કારણે પરિવારના દરેક સભ્યોને રાવણ અને રામ તથા રામાયણ વિશે પણ પૂરતું નોલેજ આવી ગયું છે, કારણ કે લોકો જ્યારે લંકાપતિ સરનેમ કહે છે અને પછી બધું પૂછે ત્યારે તેમને અલગ અલગ સવાલોના અલગ અલગ જવાબો આપવા પડતા હોય છે, જેના કારણે તેમનું ધાર્મિક નોલેજ પણ ખૂબ સારું થયું છે.
તેમની અનોખી સરનેમ(અટક) લંકાપતિના કારણે ફેમસ છે. મિત્રો દશેરાએ ખાસ મેસેજ કે ફોન કરીને કહે કે આજે ઘર બહાર ન નીકળતા, નહીંતર લોકો સળગાવી દેશે.7મી ઓક્ટોબરના રોજ ચોકઠું ફિટ ફિલ્મ આવી છે.જેમાં મિતુલે અભિનય કરવાની સાથે સાથે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ નિભાવી છે.માત્ર સરનેમ જ નહિ પરંતુ પરિવારના દરેક સભ્યોના નામ પણ એવા છે, કે તેમના ધરે જશો તો એવું લાગશે કે જાણે ખરેખર લંકામાં પહોંચી ગયા છીએ.