સુરતના આ દંપતીએ પોતાની દીકરી માટે માંગેલી માનતા પુરી થઇ જતા દંપતિએ ચાલીને સુરતથી ઉજ્જૈન જઈ દર્શન કરીને માનતા પુરી કરી અને હવે સિદ્ધિ વિનાયક મંદિર ચાલીને જઈ દર્શન કરી માનતા પુરી કરશે.
આપણા દેશમાં આસ્થાળુ અને શ્રદ્ધાળુ લોકો વધારે રહે છે અને બધા જ લોકોને દેવી-દેવતાઓમાં મોટી શ્રદ્ધા હોય છે. જેથી બધા જ લોકો દેવી-દેવતાઓમાં શ્રદ્ધા રાખીને માનતાઓ માંગતા હોય છે અને તે પુરી થઇ જતા માનતા પુરી કરવા માટે પણ જતા હોય છે.ઘણા ભક્તો એવી કઠોળ માનતાઓ પણ માંગતા હોય છે અને તે માનતાઓને પુરી પણ કરતા હોય છે.આપણે એક એવા જ ભક્ત વિષે જાણીએ જે દંપતી છે જેમાં યુવક સુરતના વેસુ ગામનો છે, આ યુવકનું નામ દિપક પ્રજાપતિ છે.
આ યુવકે વર્ષ ૨૦૨૧ માં માનતા માંગી હતી જેમાં તેમની સાથે અકસ્માત થયો હતો અને તેમની દીકરીને અકસ્માતમાં આંખે ત્રાંસુ દેખાતું હતું. એ સમયે તેઓએ માનતા માંગી હતી કે તેમની દીકરીને સરખું થઇ જશે.
તો તેઓ ચાલીને ઉજ્જૈન પણ જઈને દર્શન કરશે અને તેઓએ હાલમાં ૩૦ જુલાઈએ આ માનતા પુરી કરી છે. હવે તેઓ ત્યાંથી ચાલીને મુંબઈ સિદ્ધિ વિનાયકના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, આ યુવકની પત્ની હેમાંક્ષી પ્રજાપતિએ પણ આ માનતા પુરી કરી હતી.
તેઓએ પણ આ માનતા રાખી હતી અને આ દંપતીએ સાથે રહીને તેમની માનતા પુરી કરી છે.આમ આ દંપતીની આસ્થા અને શ્રદ્ધાથી તેમની મનની મનોકામના પુરી થઇ છે અને તેઓએ તેમની આ કઠોળ માનતા પુરી કરવા હવે સિદ્ધિ વિનાયક મંદિર જઈ રહ્યા છે.
આમ તેઓને તેમની શ્રદ્ધા હતી એટલે તેમની મનોકામના દાદાએ અને મહાકાલે પુરી કરી છે અને તેઓ તેમની આ માનતા પુરી કરવા માટે આગળ વધી રહ્યા છે જે ૩૧ ઓગસ્ટ સુધીમાં આ માનતા પુરી થઇ જશે.