સિંગર અલ્પા પટેલ તેમના પતિ સાથે લગ્ન પછી પહેલી વખત શિવરાત્રીના પર્વ નિમિતે જૂનાગઢમાં ડાયરાના કાર્યક્રમમાં ગયા અને તેમના સુરથી એવી રમઝટ બોલાવી કે લોકોએ તેમની પર પૈસાનો વરસાદ કર્યો.
સિંગર અલ્પા પટેલે હાલ થોડા દિવસ પહેલા દામ્પત્ય જીવનમાં જોડાયા છે, તેઓએ તેમના મંગેતર ઉદય ગજેરા સાથે અમરેલીના મુંજીયાસર ગામે લગ્ન કર્યા છે. તેઓના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો અને એ સમયે બધા જ લોકોએ આ લગ્નમાં ખુબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી.
એ સમયે તેમના લગ્નમાં મોટા મોટા ગુજરાતી કલાકરોએ હાજરી આપી હતી.ત્યારે બધા જ લોકોએ અલ્પા પટેલને સાસરે વળાવતી વખતે અને ફેરા વખતે કેટલાક ગીતો ગાઈને બધા જ લોકોને ભાવુક પણ કરી દીધા હતા. લગ્ન પછી અલ્પા પટેલને સાસરે વિદાય પણ આપી હતી,
અલ્પા પટેલની વિદાય વખતે ત્યાં હાજર બધા જ કલાકારો સહીત મહેમાનો પણ ભાવુક થઇ ગયા હતા. લગ્ન પછી અલ્પા પટેલ તેમના પતિ ઉદય ગજેરા સહીત ખોડિયાર માતાજીના મંદિરે આશીર્વાદ લેવા માટે ગયા હતા.
જેના પછી હાલમાં ફરી એક વખતે સિંગર અલ્પા પટેલ હાલમાં ચર્ચામાં આવ્યા છે. તેઓ તેમના પતિ સાથે લગ્ન પછી પહેલા ડાયરાના કાર્યક્રમમાં ગયા છે. તેઓનો આ ડાયરો ભવનાથની તળેટી જૂનાગઢમાં શિવરાત્રીનો પર્વ હોવાથી તેના આગળના દિવસોમાં આ જગ્યા પર એવા ડાયરો, ભજન ગયા હતા.
તો બધા જ લોકોએ તેમની પર નોટોનો વરસાદ પણ કર્યો હતો.અલ્પા પટેલે તેમના સુરથી બધા જ લોકોને પૈસાનો વરસાદ કરવા માટે ઉભા કરી દીધા હતા, અને કેટલાય લોકોએ એક પછી એક એમ સ્ટેજ પર આવીને વરસાદ કર્યો હતો. આ ડાયરામાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને અલ્પા પટેલના સૂરમાં ભજનોની મઝા માણી હતી.