સારંગપુર હનુમાનજી મંદિરમાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક યાંત્રિક ભવન જેની વિશેષતા ખુબજ અધભૂત હશે… – GujjuKhabri

સારંગપુર હનુમાનજી મંદિરમાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક યાંત્રિક ભવન જેની વિશેષતા ખુબજ અધભૂત હશે…

દેશમાં દેવી દેવતાના અનેક મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે જેથી દરેક લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થાથી મંદિર જઈને પૂજા અર્ચના કરતા હોય છે અનેક પરિવાર પોતાના પર આવેલી મુસીબત દૂર કરવા માટે દેવી દેવતાની માનતા પણ રાખતા હોય છે.ત્યારે આજે અમે તમને એવા જ એક મંદિરની વાત કરવાના છીએ.જે સારંગપુર હનુમાનદાદના મંદિરમાં ૧૦૦ કરોડના ખર્ચે યાંત્રિક ભવન બનશે ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક હાઈટેક યાંત્રિક ભવનમાં VVIP VIP સહીતના રૂમ તેમજ હોલ બનાવામાં આવશે.

કુલ ચાર વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.તેમને સારી સુવિધા મળી રહે તે માટે યાંત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવશે.હાલ ૪૦ કરોડના ખર્ચે ભોજનાલયનું નિર્માણ થઈ રહ્યું છે.હરિભક્તોને સારી સુવિધા મળે તે માટે કોઠારી સ્વામી અને મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેથી એક હજાર રૂમ નિર્માણ કરવામાં આવશે.અત્યારે પણ દાદાના દર્શન કરવા માટે દિવસના હજારો લોકો મંદિરે આવતા હોય છે.

જેમાં શનિવારના દિવસે મંદિરમાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.ત્યારે દરેક ભક્તોની દાદા મનોકામના પૂર્ણ કરતા હોય છે અનેક શ્રદ્ધારુઓ દાદાની માનતા રાખતા જ દાદા તેમની દરેક મુસીબત દૂર કરી દેતા હોય છે જેથી જ કહેવાય છે કે કષ્ટભંજન સત્ય છે.