સાબર ચા ની દુકાને આવી જતાં,ત્યાં ઊભા રહેલા લોકોએ સાબરની કરી આવી સેવા,જુઓ આ વિડીયો – GujjuKhabri

સાબર ચા ની દુકાને આવી જતાં,ત્યાં ઊભા રહેલા લોકોએ સાબરની કરી આવી સેવા,જુઓ આ વિડીયો

લોકો વારંવાર ફરિયાદ કરે છે કે પ્રાણીઓ તેમના રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને શા માટે વહીવટીતંત્ર તેમને ભગાડવા માટે કંઈ કરતું નથી.પરંતુ તેઓ જ સમજી શકતા નથી કે આપણે જ તેમનાં ઘર કાપીને ત્યાં ઘૂસી ગયા છીએ.જંગલો ખતમ થવાને કારણે વન્ય પ્રાણીઓને ઘર નથી તેથી તેઓ શહેર તરફ આગળ વધે તે સ્વાભાવિક છે.તાજેતરમાં જ આવું જ એક દ્રશ્ય ભારતના એક દક્ષિણ ભારતીય રાજ્યમાં જોવા મળ્યું હતું જ્યાં એક વિશાળ હરણ ચાની દુકાને પહોંચ્યું હતું.

IFS ઓફિસર સમ્રાટ ગૌડા ઘણીવાર ટ્વિટર પર પ્રાણીઓને લગતા રસપ્રદ વીડિયો પોસ્ટ કરે છે.તાજેતરમાં તેમણે જે વીડિયો શેર કર્યો છે તે આશ્ચર્યજનક અને ચિંતાજનક પણ છે.આ વીડિયોને શેર કરતા IFS ઓફિસરે લખ્યું કે- “જો સાંબર હરણ સ્થાનિક હોટલમાં જશે તો ત્યાંના લોકો તેને ખાવા માટે શું આપશે? ગંભીરતાથી કહું તો જંગલી પ્રાણીઓ માટે માનવ વસવાટના વિસ્તારોમાં પ્રવેશવું યોગ્ય નથી.

વીડિયોમાં એક વિશાળ સાંબર હરણ ચાની દુકાનની અંદર જાય છે.તે એક નાની ચાની દુકાનના પગથિયાં પર ઊભેલુ જોવા મળે છે.સાંબર એક પ્રકારનું હરણ છે જેની ઊંચાઈ ઘણી વધારે હોય છે.આ સાંભર પણ ઊંચુ છે અને તેનાં શિંગડા પણ મોટા છે.આસપાસ ઉભેલા લોકો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે અને એક વૃદ્ધ વ્યક્તિ તેને ત્યાંથી ભગાડતો જોવા મળી રહ્યો છે.દુકાનના બોર્ડ પરથી અનુમાન લગાવી શકાય છે કે વીડિયો દક્ષિણ ભારતના કોઈ એક રાજ્યનો છે.

એવામાં એક વ્યક્તિ આગળ આવે છે અને કોઈ નાસ્તો લઈને હરણની પાસે આવે છે અને હરણને આપવાની કોશિશ કરે છે.હરણ પણ સમજી ગયુ આથી હરણ પણ તે ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ લેવા માટે આગળ આવે છે અને તે પોતાના મોઢામાં લઈને તેનો આનંદ લઈ રહ્યું છે.એવામાં બીજો એક વ્યક્તિ આવે છે અને હરણને ચા ની ઓફર કરે છે.આ વીડિયોને 9 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.