સાબરકાંઠાના ગાભોઇમાં જમીન માંથી મળી આવી જીવતી બાળકી, જયારે સમગ્ર ઘટનાની સચ્ચાઈ સામે આવી તો આખા ગુજરાતમાં તેના પડઘા પડ્યા… – GujjuKhabri

સાબરકાંઠાના ગાભોઇમાં જમીન માંથી મળી આવી જીવતી બાળકી, જયારે સમગ્ર ઘટનાની સચ્ચાઈ સામે આવી તો આખા ગુજરાતમાં તેના પડઘા પડ્યા…

સાબરકાંઠાથી એવી ઘટના સામે આવી છે કે જેને બધા જ લોકોને ચકચારમાં મૂકી દીધા છે. જ્યાં નવજાત બાળકી જમીન માંથી મળી આવતા આખા ગામમાં ચકચારી ફેલાઈ ગઈ હતી. હાલ આખા ગુજરાતમાં આ દીકરીને બચાવવા માટે પ્રાર્થનાઓ થઇ રહી છે.આ ઘટના ગાભોઇથી સામે આવી છે. જ્યાં એક મહિલા ખેતરમાં મજૂરી કામ કરવા માટે જઈ રહી હતી.એ સમયે મહિલાને જમીનમાં કઈ દેખાયુ તેને પાસે જઈને જોયું તો નાના પગ હતા. મહિલાએ તરત જ બધાને બોલાવીને જમીન ખોડી તો જાણવા મળ્યું કે આ તો નવજાત બાળકી છે.

અને તે જીવતી છે. તેને તરત જ હોસ્પિટલ લઈને જવામાં આવી. પોલીસને જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે બાળકીના માતા પિતાની તાપસ હાથ ધરી હતી.ગંતરારિના કલાકોમાં જ દીકરીના માતા પિતાની જાણકારી મળી ગઈ હતી. દીકરીના માતા પિતાએ જણાવ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ છે અને બીજીવાર દીકરીનો જન્મ થતા તે દીકરીનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહતું તો તેમને દીકરી સાથે આવું કરીને ગુમ થઇ ગયા હતા.

કે કોઈને આની શું ખબર પડશે. પણ કહેવામાં આવે છે કે રામ રાખે તેને કોણ ચાખે.હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દીકરીની સારવાર ચાલી રહી છે. આરોપી માતા પિતાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

અને તેમની સામે ગુનો નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટનાએ આખા ગુજરાતમાં પડઘાઓ પડ્યા છે. એક માતા પિતા આખરે પોતાની દીકરી સાથે એવું કઈ રીતે કરી શકે છે.