સાધ્વીજી મહારાજ પાલેજથી પગપાળા કરજણ જઈ રહ્યા હતા અને અચાનક જ રસ્તામાં બન્યો એવો બનાવ કે ભક્તોમાં શોકના વાદળો છવાઈ ગયા…. – GujjuKhabri

સાધ્વીજી મહારાજ પાલેજથી પગપાળા કરજણ જઈ રહ્યા હતા અને અચાનક જ રસ્તામાં બન્યો એવો બનાવ કે ભક્તોમાં શોકના વાદળો છવાઈ ગયા….

રોજબરોજ માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધવાથી ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતમાં તો ઘણા નિર્દોષ લોકોના પણ મૃત્યુ થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ દુઃખદ માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું.

પગપાળા જઈ રહેલા એક સાધ્વીજીની બોલેરો સાથે ટક્કર થઇ જતા ઘટનાસ્થળ પર જ સાધ્વીજીનું મૃત્યુ થઇ ગયું હતું. આવી ઘટનાઓ રોજબરોજ ઘણી મોટી સંખ્યામાં બનતી હોય છે, આ ઘટનાઓમાં કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. કરજણમાં રહેતા મયુરભાઇ છેલ્લા ઘણા વર્ષોથી એક કરિયાણાની દુકાન ચલાવી રહ્યા હતા અને છેલ્લા પાંચ વર્ષથી જૈન સાધ્વીજીના વિહાર માટે સેવાનું કામ કરી રહ્યા હતા.

તેઓ સવારના સમયે હર્ષિલકુમાર શાહ ઉદયરતન સુરી મહારાજ સાહેબ,સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબ સાથે પગપાળા ચાલીને પાલેજથી કરજણ આવી રહ્યા હતા, જે સમયે દેથાણ ગામની નજીક વસંત વિહાર જૈન દેરાસર નજીક પહોંચ્યા તે સમયે ઝડપથી આવતી બોલેરો સાથે ટક્કર થઇ જતા ઘટનાસ્થળ પર જ ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો.

આ અકસ્માતમાં સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબ સાથે ટક્કર થઇ જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં સાધ્વીજી મહારાજનું ટૂંકી સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ જતા બધા લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા, ત્યારબાદ આ બનાવ વિષે મયૂરભાઈએ પોલીસને જાણ કરી તો તરત જ પોલીસ આ ઘટનાસ્થળ પર આવી ગઈ અને આગળની તપાસ કરવાની શરૂ કરી.