સાત દીકરીઓની એક સાથે નનામી ઉઠતા, દીકરીઓની અંતિમયાત્રામાં આખું ગામ ધૂસકે ધ્રુસકે રડી પડ્યું…. – GujjuKhabri

સાત દીકરીઓની એક સાથે નનામી ઉઠતા, દીકરીઓની અંતિમયાત્રામાં આખું ગામ ધૂસકે ધ્રુસકે રડી પડ્યું….

બિહારના મનનદિહ ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને જાણતાની સાથે જ દરેક લોકો રડી પડશે. બિહારમાં દિવાળીના દિવસોમાં બહેનો પોતાના ભાઈની લાંબી ઉંમર માટે કર્માનું વ્રત કરતી હોય છે. આ વ્રતમાં બહેનો માટીના કર્મા બનાવે છે અને તે દરમિયાન ઉપવાસ રાખીને પૂજા કરતી હોય છે અને જયારે તે વ્રત પૂરું થાય ત્યારે કર્માને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

મનનદિહ ગામની સાત દીકરીઓએ પણ પોતાના ભાઈની લાંબી ઉંમર માટે કર્માનું વ્રત રાખ્યું હતું. આખો દિવસો ભાઈઓની લાંબી ઉંમર માટે બહેનોએ ઉપવાસ પણ રાખ્યો હતો. સાંજે વ્રત પૂરું થતા સાતે બહેનો કર્માને પધરાવા માટે ગામમાં એક ખેતરમાં બનેલા કુંડ પાસે ગઈ હતી.

ત્યાં કર્મા પધરાવતા સમયે સાતે બહેનોનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું હતું. આ વાતની જાણ થતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકના વાદળો છવાઈ ગાય હતા. આખું ગામ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. એક સાથે એક જ ગામની સાત દીકરીઓનું મૃત્યુ થઇ જતા આખા ગામના લોકોની આંખોમાં આંસુ આવી ગાય હતા. પોલીસ પર ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ગામમાં એક સાથે સાત દીકરીઓની નનામી ઉઠતા જે વાતવારણ સર્જાયું હતું. તેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ બની ગયું હતું. માતા પિતાએ દીકરીઓના લગ્નના સપના એક જ જટકામાં વેર વિખેર થઇ ગયા હતા. હવે ભાઈઓની લાંબી ઉંમર માટે કોણ વ્રત રાખશે.