સાણંદમાં નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ તેની પત્ની સાથે જે કર્યું તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે… – GujjuKhabri

સાણંદમાં નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ તેની પત્ની સાથે જે કર્યું તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે…

દરેક લોકો તેમના જીવનમાં એકના એક વખતે ગુસ્સે થઈને કઈ એવું પગલું ભરી દેતા હોય છે જેનો પસ્તાવો તેઓને આખી જિંદગી સુધી થતો હોય છે. હાલમાં થોડા સમય પહેલા એક વ્યક્તિ તેની જ પત્નીની હત્યા કરીને જતો રહ્યો હતો અને તે હાલમાં પકડાયો છે.આ ઘટના બન્યા પછી આ વિસ્તારમાં ખળભરાટ મચી ગયો હતો. આ કિસ્સો અમદાવાદના સાણંદનો છે.અહીંયા ગઢવી વાસમાં રહેતા ૩૪ વર્ષના હિતેષભાઇના લગ્ન હંસાબેન નામની મહિલા સાથે થયા હતા. હિતેષભાઇ તેમની પત્ની સાથે સારી રીતે જ રહેતો હતો.

એ સમયે હિતેશ બે વખતે નાની ચોરીની બાબતે જેલમાં પણ ગયો હતો. એ સમયે હંસાનો પહેલો પતિ તેને મળવા માટે આવ્યો હતો આવી વાત હિતેશભાઈને મળતા જ તે ગુસ્સે થઇ ગયા હતા.

ત્યારબાદ ૨૫ નવેમ્બરે હિતેષભાઇ અને તેમની પત્ની હંસા વચ્ચે ઝગડો થયો હતો જેમાં હિતેષભાઈએ તેમની પત્નીની હત્યા કરી દીધી હતી. આ ઘટના બન્યા પછી હિતેષભાઇ ઘરેથી જતા રહ્યા હતા અને ત્યારબાદ જયારે આસપાસના લોકોને ખબર પડતા પોલીસને જાણ કરી હતી.

તો પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ અને આગળની તપાસ ચાલુ કરી હતી.જેમાં ઘણા સમયથી પોલીસના હાથમાં આવ્યો નહતો અને હાલમાં પોલીસે હિતેશભાઈને શેલા ગામથી પકડી લીધો છે.

આ ઘટના બન્યા પછી પરિવારના લોકોમાં પણ અરેરાટી સર્જાઈ ગઈ હતી અને આખા વિસ્તારમાં પણ ચકચાર મચી ગયો હતો. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે અને કેટલાય લોકો આવી ઘટનાઓમાં તેમનો જીવ ગુમાવતા હોય છે.