સાણંદના ત્રણ મિત્રો કાર લઈને સારંગપુર દાદાના દર્શને જઈ રહ્યા હતા પણ રસ્તામાં થયું એવું કે દાદાના દર્શને પહોંચે તેની પહેલા જ એક મિત્ર બે મિત્રોની સામે દુનિયાને અલવિદા કહી ગયો… – GujjuKhabri

સાણંદના ત્રણ મિત્રો કાર લઈને સારંગપુર દાદાના દર્શને જઈ રહ્યા હતા પણ રસ્તામાં થયું એવું કે દાદાના દર્શને પહોંચે તેની પહેલા જ એક મિત્ર બે મિત્રોની સામે દુનિયાને અલવિદા કહી ગયો…

હાલમાં મિત્રો રોજ માર્ગ અકસ્માતના ઘણા દુઃખદ બનાવો બનતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતના કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને આખા વિસ્તારમાં માતમ છવાઈ જતો હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો, આ અકસ્માત ઉનાના નાથડના બાયપાસ નજીક મોડી રાત્રે સર્જાયો હતો.

કારમાં અચાનક જ આગ લાગતા કારમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું અને આ અકસ્માતમાં બે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તેથી બંને યુવકોને સારવાર માટે નજીકની ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ અકસ્માત વિષે વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે ​​​​​​અમદાવાદના સાણંદ તાલુકાનાં ત્રણ યુવકો કાર લઈને ફરવા માટે નીકળ્યા હતા.

આ યુવકો સોમનાથ મંદિરમાં દર્શન કરીને મોડી રાત્રે સાળંગપુર દર્શન માટે જઈ રહ્યા હતા અને જે સમયે આ યુવકો કાર લઈને ઉનાના નાથડ ગામના બાયપાસ પાસે પહોંચ્યા તે સમયે અચાનક જ કારમાં આગ લાગતા ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું અને બીજા બે યુવકોને ઈજાઓ પહોંચી હતી તો તે બંને યુવકોને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ યુવકો સાણંદના મેલાસણ ગામના વતની હતા, આ ગામમાં રહેતા દિનેશભાઈએ પંદર દિવસ પહેલા જ કાર ખરીદી હતી એટલે તે કાર લઈને દિનેશભાઇ તેમના મિત્રો સાથે હરસિધ્ધિ માતાના દર્શન કરવા માટે ગયા અને ત્યાંથી સોમનાથ ગયા

અને ત્યાં દર્શન કરીને આ ત્રણ યુવકો કારમાં બેસીને સાળંગપુર દાદાના દર્શને જઈ રહ્યા હતા અને દાદાના દર્શને પહોંચે તેની પહેલા જ કારમાં આગ લગતા એક યુવકનું મૃત્યુ થઇ ગયું, તે વાતની જાણ પરિવારના લોકોને થઇ તો આખા પરિવાર જાણે માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું.