સાઈટ જોવા જતા બે યુવકો સાથે અચાનક થયું એવું કે બંને યુવકોના પરિવારનો આશરો છીનવાઈ ગયો તો બંનેના પરિવારો નોધારા બન્યા. – GujjuKhabri

સાઈટ જોવા જતા બે યુવકો સાથે અચાનક થયું એવું કે બંને યુવકોના પરિવારનો આશરો છીનવાઈ ગયો તો બંનેના પરિવારો નોધારા બન્યા.

ચોમાસાની સીઝન ચાલી રહી છે અને પહેલા જ વરસાદમાં બધી જ જગ્યાએ પાણી પાણી થઇ ગયા છે. નદીઓમાં અને ચેકડેમમાં પણ પાણી ભરાઈ ગયા છે, આ પાણીમાં ગણા લોકોના તણાઈ જવાથી લોકોના મૃત્યુ થઇ જતા હોય છે.એવામાં થોડા દિવસ પહેલા બે યુવકો તળાવના પાણીમાં તણાઈ ગયા હતા આ યુવકોમાં એક યુવકનું નામ ઋષિ નસરી કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો.તે તેના મિત્ર સુર્યકુમારની સાથે ઋષિ મછાડ ગામે કોઈના તળાવ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા.

એ સમયે બંને લોકો સાઈટ જોવા માટે તળાવની પાર પરથી જતા હતા અને એવામાં વરસાદી માહોલ હોવાથી અચાનક પાણી વધી જતા પાર ધસી પડી હતી અને ઋષિ તેમાં તણાવા લાગ્યા હતા આમ ઋષિ પટેલને બચાવવા જતા સુર્યકુમાર પણ પાણીમાં તણાયા હતા.

છેલ્લા પાંચ દિવસથી બંને યુવકોને શોધવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને આટલા દિવસો શોધ્યા પછી તેઓના મૃતદેહ પાંચ દિવસ પછી મળ્યા હતા. આ ઘટના બન્યા પછી આખા વિસ્તારમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી.

જયારે આ બંને યુવકોના ઘરે આ દુઃખદ બનાવની જાણ થતા બંને યુવકોના પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ હતી.આવા બનાવો હાલમાં કેટલાય બને છે અને તેમાં ઘણા લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે.

પાણીમાં ડૂબી જવાના કેટલાય બનાવો આજે બનતા જ રહે છે અને ઘણા પરિવારોનો આધારસ્તંભ પણ છીનવાઈ જતો હોય છે. એવી જ રીતે આ બંને યુવકો પણ તેમના પરિવારનો આધારસ્તંભ હતા અને તે પણ છીનવાઈ જવાથી પરિવાર નોધારા બન્યા છે.