સલામ છે સુરેન્દ્રનગરની બે મહિલાઓની હિંમતને, અત્યાર સુધી ૮૫ જેટલા અનાથ બાળકોની માતા બનીને તેમની સાર સંભાળ કરે છે. – GujjuKhabri

સલામ છે સુરેન્દ્રનગરની બે મહિલાઓની હિંમતને, અત્યાર સુધી ૮૫ જેટલા અનાથ બાળકોની માતા બનીને તેમની સાર સંભાળ કરે છે.

અત્યાર સુધી આપણે મિત્રો ઘણા અનાથ બાળકોને જોયા હશે તે બાળકોને જોતાની સાથે જ એવું લાગે છે કે આ બાળકોના નસીબમાં માતાપિતાનો પ્રેમ ના હોય, તેવા બાળકો તેમનું જીવન ખુબ જ મુશ્કેલીમાં જીવતા હોય છે, તેવા બાળકો માટે આ બે મહિલાઓ આગળ આવી હતી, અનાથ બાળકોને માતાનો પ્રેમ આપીને તેમનું જીવન સુધારવાનું કામ આ બે મહિલાઓ કરે છે.

આ બે મહિલાઓ વિષે જાણીને દરેક લોકોને આ મહિલાઓને સલામ કરવાનું મન થાય છે, આ બનાવ સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો હતો, સુરેન્દ્રનગરમાં આવેલા શીશુગૃહમાં અનાથ બાળકોને લાવવામાં આવે છે, આ શીશુગૃહમાં આસ્માબેન ચુડેસરા અને કુસુમબેન ચાવડા અનાથ બાળકોની માતા બનીને બાળકોને માતાનો પ્રેમ આપીને તેમની સાર સંભાળ લે છે.

જયારે કોઈ આ બાળકોને દત્તક લે છે ત્યારે આ બંને મહિલાઓ સસોથી વધારે ખુશ થઇ જાય છે, આ બંને મહિલાઓએ જણાવતા કહ્યું હતું કે જયારે પણ કોઈ બાળક આવે છે ત્યારે અમે તે બાળકને પોતાનું માનીને બાળકને માતાનો પ્રેમ આપતા હોય છે અને તે બાળકને અમે ખુબ જ ભાગ્યશાળી માનતા હોય છે, આ બંને મહિલાઓએ અત્યાર સુધી ૮૫ જેટલા ત્યજી દીધેલા બાળકોને માતાનો પ્રેમ આપીને તેમને મોટા કરે છે.

આ મહિલાઓના આ કામને જોઈને દરેક લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને દરેક લોકો આ બંને મહિલાઓને આ કામ કરવા બદલ સલામ કરે છે, આ મહિલાઓને પરિવારના લોકો પણ આ કાર્ય કરવા બદલ સાથ અને સહકાર આપે છે,

આસ્માબેન અને કુસુમબેન આખો દિવસ અનાથ બાળકોની જવાબદારી સંભાળવા માટે આખો દિવસ પસાર કરતા હતા. આસ્માબેન અને કુસુમબેનના હાથે મોટા થયેલા ઘણા બાળકો તો આજે અમેરિકા જેવા દેશોમાં પણ મોટા થઇ રહ્યા હતા.