સલામ છે આ યુવકની ભક્તિને, યુવકે લીધો એવો સંકલ્પ કે જે ૧૩ હજાર કિલોમીટર પગપાળા ચાલીને ૧૨ જ્યોતિર્લિંગના દર્શન કરીને આર્શીવાદ લેશે….
હાલના ચાલી રહેલા સમયમાં આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે લોકો માત્ર પોતાનું જ વિચારતા હોય છે, આજે આપણે એક તેવા જ યુવક વિષે વાત કરીશું, આ યુવકે એક એવો સંકલ્પ લીધો હતો કે તે જાણીને ભલભલા લોકોનો પરસેવો છૂટી જશે, આ યુવકનું નામ દિપક ગુજ્જર છે. દિપક ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી હતો.
દિપકએ ચાલીને ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો સંકલ્પ લીધો હતો, દિપકએ તે સંકલ્પ કોઈ કાર કે બાઈક નહિ માત્ર ચાલીને જઈને યાત્રા કરવાનું નક્કી કર્યું હતું, આ યુવકને પોતાનો સંકલ્પ પૂરો કરવા માટે તેર હજાર કિલોમીટર ચાલવું પડશે. અત્યારના સમયમાં લોકોને એક કિલોમીટર ચાલીને જવું પડે છે તો પણ પરસેવો છૂટી જતો હોય છે.
તેર હજાર કિલોમીટર ચાલવુંએ બધા લોકોના હાથમાં નથી, દીપકે આ યાત્રા એટલા માટે શરૂ કરી હતી કે ભારત દેશ હંમેશા માટે અખંડ રહે અને દેશમાં કોઈ મોટી આફત ના આવે તે માટે દિપકએ પગપાળા ૧૨ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાનું નક્કી કર્યું હતું, હાલમાં દિપક રાજકોટ પહોંચ્યો હતો અને હવે તે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે.
અત્યાર સુધી દીપકભાઈએ ૩૫૦૦ કિલોમીટર સુધીની પગપાળા યાત્રા પુરી કરી હતી, દિપકએ બદ્રીનાથ, કેદારનાથ, ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરના દર્શન કરીને હાલમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, તેથી આજે આખા દેશમાં દિપકની પ્રસંશા થઇ રહી હતી, દરેક લોકો આજે આ યુવકની ભક્તિને સલામ કરી રહ્યા હતા.