સલામ છે આ જવાનની બહાદુરીને, પોતાના જીવની ચિંતા કર્યા વગર આ પોલીસ કર્મીએ પાણીમાં ડૂબતા યુવકનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું. – GujjuKhabri

સલામ છે આ જવાનની બહાદુરીને, પોતાના જીવની ચિંતા કર્યા વગર આ પોલીસ કર્મીએ પાણીમાં ડૂબતા યુવકનો જીવ બચાવીને નવું જીવનદાન આપ્યું.

ગુજરાત પોલીસને આપણે જોતા હોઈએ છીએ જે પોતાના જીવની ચિંતા કર્યા વગર દિવસ રાત એક કરીને લોકોની સેવા કરતી હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સો ગાંધીનગરની નર્મદા કેનાલમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ગાંધીનગરની નર્મદા કેનાલમાં એક યુવક પાણીમાં ડૂબી રહ્યો છે.

તો તે યુવકને બચાવવા માટે એસઆરપીના જવાનને પોતાના જીવની પરવા કર્યા વગર કેનાલમાં કૂદીને યુવકનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, આ પોલીસ કર્મચારીના આ કામને જોઈને દરેક લોકો આ એસઆરપી જવાનની બહાદુરીને સલામ કરી રહ્યા હતા, આ બનાવની વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું.

ગાંધીનગરના અડાલજ પાસેની નર્મદા કેનાલમાં એક યુવક પાણીમાં ડુબી રહ્યો હતો અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો તો તે યુવકને બચાવવા માટે એસઆરપીના જવાનએ પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવાનને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યો હતો, આથી ગુજરાત પોલીસની અનેક ઘટનાઓ આવી સામે આવતી હોય છે અને દરેક પોલીસ કર્મચારીઓ લોકોની સુરક્ષા માટે હંમેશા માટે તૈયાર જ રહે છે.

જે સમયે અડાલજની નર્મદા કેનાલમાં એક યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો તે સમયે કેનાલ પર લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને દરેક લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા તે સમય દરમિયાન SRPF ના જવાન પ્રવીણભાઈ દેવશીભાઈ ભરવાડ ચાંદખેડામાં નાઈટ પેટ્રોલિંગ કરીને ફરજ પરથી પરત કેમ્પ પર જઈ રહ્યા હતા તે સમયે તેમને આ વાતની જાણ થઇ તો તેમને તરત જ કેનાલમાં કૂદીને યુવકનો જીવ બચાવીને યુવકને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.