સરયૂ નદીમાં થયો અનોખો ચમત્કાર,સાવનમાંથી મળી આવ્યું 30 કિલો ચાંદીનું શિવલિંગ,જોવા માટે લોકો ઉમટ્યા – GujjuKhabri

સરયૂ નદીમાં થયો અનોખો ચમત્કાર,સાવનમાંથી મળી આવ્યું 30 કિલો ચાંદીનું શિવલિંગ,જોવા માટે લોકો ઉમટ્યા

હિંદુઓ શ્રાવણનાં પહેલા સોમવારની આતુરતાથી રાહ જોતા હોય છે.14મી જુલાઈથી પવિત્ર અને પાવન શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.શ્રાવણનો મહિનો હિંદુઓ માટે કોઈ તહેવારથી ઓછો નથી.ભગવાન શિવનો આ સૌથી પ્રિય મહિનો છે.આ દરમિયાન ભક્તો શ્રાવણના દર સોમવારે ભોલેનાથ બાબાની વિશેષ પૂજા કરે છે.

વિશ્વભરમાં ફેલાયેલા હિન્દુઓ શિવજીને જલાભિષેક કરે છે.કેટલાક યાત્રા કાઢે છે તો કેટલાક ભગવાન શિવ માટે ઉપવાસ રાખે છે.ભગવાન પણ પોતાના ભક્તોને નિરાશ કરતા નથી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.શ્રાવણ માસની શરૂઆત જ થઈ રહી છે.શ્રાવણનો પહેલો સોમવાર આવ્યો પણ ન હતો કે આ પહેલા ઉત્તર પ્રદેશની સરયૂ નદીમાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો હતો.

શ્રાવણનાં પ્રારંભે સરયુ નદીની રેતીમાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે.હાલમાં જ યુપીના મઉ જિલ્લામાં સરયુ નદીના પુલ નીચે રેતીમાંથી 30 કિલોનું શિવલિંગ મળી આવ્યું હતું.ખાસ વાત એ છે કે આ શિવલિંગ પથ્થરનું નથી. પરંતુ આ શિવલિંગ ચાંદીનું છે.

30 કિલો ચાંદીના વજનવાળા શિવલિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.30 કિલો ચાંદીનું શિવલિંગ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.શિવલિંગના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.લોકો તેને ચમત્કાર માની રહ્યા છે.ખાસ વાત એ છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગને જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને તેને ખૂબ મહત્વ આપી રહ્યા છે.આ દરમિયાન લોકોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા.

પવિત્ર અને પૂજનીય શિવલિંગ હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.મઢમાં સરયુ નદીના પુલ નીચે રેતીમાંથી 30 કિલો ચાંદીનું શિવલિંગ મળી આવ્યાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા.રેતીમાં શિવલિંગ મળ્યા બાદ શિવલિંગને મંદિરમાં લાવવામાં આવ્યું હતું અને શિવલિંગનો રૂદ્રાભિષેક નિયમાનુસાર કરવામાં આવ્યો હતો.

વહેલી સવારે દોહરીઘાટ નગરનો રહેવાસી રામમિલન નિષાદ પૂજાના વાસણો ધોવા માટે નદીમાંથી માટી કાઢી રહ્યો હતો.આ દરમિયાન તેને લાગ્યું કે રેતીમાં કંઈક બીજું જ છે.આ પછી તેણે હાથ વડે ખોદવાનું શરૂ કર્યું.તે જ સમયે તેણે નજીકમાં માછીમારી કરી રહેલા રામચંદ્ર નિષાદને મદદ માટે બોલાવ્યા.બંનેએ ખોદકામ કર્યું અને જે મળ્યું તે જોઈને સ્તબ્ધ થઈ ગયા. બન્નેને ત્યાંથી ચાંદીનું શિવલિંગ મળી આવ્યું હતું.જેની ઉંચાઈ દોઢ ફૂટ છે.

રામમિલન નિષાદની પુત્રી પૂનમ સાહની પોતાના ઘરે શિવલિંગ લઈ આવી હતી.તેની સફાઈ કરી.દરમિયાન નજીકના મંદિરના આચાર્ય શ્યામજી પાંડેને આ વાતની જાણ થઈ.તેઓ શિવલિંગને મંદિરમાં લાવ્યા.શ્યામજી પાંડે, પ્રદીપ પાંડે,આનંદ પાંડે આચાર્યોએ શિવલિંગનો રૂદ્રાભિષેક કર્યો હતો.પોલીસને માહિતી મળતાં પોલીસ શિવલિંગને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવી હતી.પોલીસે હિન્દુઓને શિવલિંગની પૂજા કરવાની ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *