સરમાળીયા દાદાનું આ ચમત્કારિક મંદિરે કે જ્યાં દર્શન માત્રથી જ ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે….
ગુજરાતભરમાં નાના મોટા ઘણા એવા મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોનો ઇતિહાસ અનેરો છે. બધા જ મંદિરોને તેમનો અલગ જ ઇતિહાસ અને ચમત્કાર રહેલો હોય છે આજે એવા જ એક મંદિર વિષે જાણીએ. જેનો ઇતિહાસ જાણીને તમે પણ ખુબ જ ખુશ થઇ જશો આ મંદિર જસદણ જિલ્લાના ગઢડીયા ગામમાં આવેલું છે અને આ મંદિરમાં સરમરીયા દાદા બિરાજમાન છે.
સરમરીયા દાદા ડુંગર પર બિરાજમાન છે અને આ મંદિર સાથે કેટલીય માન્યતાઓ જોડાયેલી છે. સમરીયા દાદાને ગામના રક્ષક તરીકે પણ ભક્તો પૂજે છે. અહીંયા સમરીયા દાદાના દર્શને આવતા બધા જ ભક્તોના દર્શન માત્રથી જ માન્યતાઓ પુરી થાય છે. એવું પણ માનવામાં આવે છે કે અહીંયા કોઈ ઝેરી જાનવર કરડે અને તે થોડા જ સમયમાં અહીં આવી જાય તો તેને ઝેર પણ ઉતરી જાય છે.
દાદાના ઘણા એવા પરચાઓ છે જેની વિષે જાણીને ભક્તો પણ દાદાના દર્શને આવતા હોય છે. અહીંયા આજદિન સુધી હજારો લોકોને દાદાના આશીર્વાદથી નવું જીવન મળ્યું છે. આ મંદિરની બીજી પણ માન્યતા છે કે આ મંદિરની પ્રસાદી ડુંગરા પરથી નીચ લઇ જવથી નથી, આ મંદિરની પ્રસાદી ડુંગરા પર નીચે લઈને ઉતરી જાય તો તેમને ઘણા એવા પરિણામ ભોગવવા પડતા હોય છે.
આજે પણ સરમરીયા દાદા આ મંદિરમાં હાજરા હજુર બિરાજમાન છે દાદાના દર્શન માત્રથી જ ભક્તોના દુઃખો દૂર થાય છે. અહીંયા દરરોજ બધાને દાદાના ખુબજ પરચા જોવા મળે છે અને ઘણા એવા ચમત્કાર પણ દાદા આપે છે. આમ હજારો ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે તેથી જ ઘણી મોટી સંખ્યામાં દાદાના દર્શને આવે છે.