સરકારી નોકરી પણ નકારી દીધી,પતિએ પણ છોડી દીધો,પછી પાર્થ સાથે મિલવ્યો હાથ,જાણો અર્પિતા મુખર્જીની કહાની
અભિનેત્રી અર્પિતા મુખર્જી આ દિવસોમાં ચર્ચામાં છે.તાજેતરમાં SSC કૌભાંડ હેઠળ,બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.અર્પિતાના ફ્લેટમાંથી EDએ અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ અને 4 કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી જપ્ત કરી છે.
અર્પિતા હવે EDની કસ્ટડીમાં છે જે ખૂબ જ અમીર બનવા માંગતી હતી.EDએ તેના અને પાર્થ ચેટર્જીના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો છે.હાલમાં અર્પિતાને 3 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં રાખવામાં આવી છે.
આ દરમિયાન અર્પિતા સાથે જોડાયેલી અનેક પ્રકારની જાણકારીઓ પણ સામે આવી રહી છે.કહેવાય છે કે અર્પિતાએ નોકરી છોડી દીધી હતી અને પતિને પણ છોડી દીધો હતો અને અમીર બનવાની લાલસામાં પાર્થ ચેટર્જી સાથે હાથ મિલાવ્યા હતા.
અર્પિતા એક મધ્યમવર્ગીય પરિવારની હતી પરંતુ વર્ષોથી તેની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ હતી.તે વૈભવી જીવન જીવતી હતી.આવો આજે અમે તમને અર્પિતા મુખર્જીની સંપૂર્ણ વાર્તા જણાવીએ.
કોલકાતામાં જન્મેલી અર્પિતાની માતા બેલઘારિયામાં તેના પૈતૃક ઘરમાં રહે છે.તે જ સમયે તેની બહેન પરિણીત છે અને પિતાનું અવસાન થયું છે.અર્પિતાના પિતા સરકારી નોકરી કરતા હતા.તેમના મૃત્યુ બાદ અર્પિતાને નોકરી આપવામાં આવી હતી પરંતુ અર્પિતાએ નોકરી કરી ન હતી.
અર્પિતાના અંગત જીવનની વાત કરીએ તો તે હાલમાં એકલી છે.અર્પિતા પરિણીત હતી પરંતુ તેણે પતિને છોડી દીધો હતો.આ પછી તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને પછી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો અને અભિનેત્રી બની.પરંતુ કરિયર ચાલ્યું નહીં અને ફ્લોપ થઈ ગઈ.જોકે અર્પિતાની સુંદરતાનો કોઈ જવાબ નથી.સુંદરતાની બાબતમાં તે ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
અર્પિતાએ બંગાળી ફિલ્મ ‘પાર્ટનર’થી બંગાળી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.આગળ જતાં તે ‘મામા ભગને’ ફિલ્મમાં જોવા મળી હતી.તેણે 6 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું.આ દરમિયાન તે બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની નજીક આવી.આ પછી બંને વચ્ચે મજબૂત સંબંધ બંધાયો.
અર્પિતા અને પાર્થ નજીક આવતા ગયા.વર્ષ 2016 માં પાર્થે અર્પિતાને કોલકાતામાં એક મોટી દુર્ગા ઉત્સવ સમિતિની સ્ટાર પ્રચારક બનાવી.જેના કારણે અર્પિતા વધુ ચર્ચામાં આવી હતી.આ પછી અર્પિતા અભિનયની દુનિયાથી દૂર થઈ ગઈ અને અમીર બનવાની ઈચ્છામાં અન્ય કામ કરવા લાગી.હવે તેને તેનો ખરાબ માર સહન કરવો પડશે.