સરકારી નોકરી આવી જાય તો હું માં મોગલને ૧૨૧૨૦ રૂપિયા ચઢાવીશ, માનતા પુરી કરવા માટે આવેલા યુવક સાથે મણિધર બાપુએ જે કર્યું એ જાણવા જેવું હતું. – GujjuKhabri

સરકારી નોકરી આવી જાય તો હું માં મોગલને ૧૨૧૨૦ રૂપિયા ચઢાવીશ, માનતા પુરી કરવા માટે આવેલા યુવક સાથે મણિધર બાપુએ જે કર્યું એ જાણવા જેવું હતું.

આજે કોઈને માં મોગલના પરચાની વાત કરવાની જરાય જરૂર નથી. બધા લોકો માં મોગલના પરચા વિષે જાણે જ છે. એકવારમાં મોગલના નામ પર આસ્થા બેસી જાય તેના પછી જીવનમાં કયારે તકલીફ નથી આવતી અને તકલીફ આવે તો પણ માં મોગલ પડખે આવીને ઉભા રહે છે.

માં મોગલે ગણાને દીકરા અને ગણાને નોકરીઓ આપી છે. તેના હજારો ઉદાહરણ છે.હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મયુર નામના યુવકને સરકારી નોકરીની ખુબજ તમન્ના હતી. મયુર ભાઈ ગણા સમયથી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરતા હતા.

તેમને સરકારી નોકરી મેળવવા માટે ખુબજ અથાગ મહેનત કરી હતી. પણ તે થોડી પરીક્ષાઓમાં અસફળ રહયા હતા. આખરે મયુર ભાઈએ માં મોગલના નામની માનતા રાખી.મયુર ભાઈએ માનતા રાખી કે તેમને જે સરકારી નોકરી જોઈને તે મળી ગઈ તો તે કાબરાઉ માં મોગલ ધામમાં ૧૨૧૨૦ રૂપિયા માં મોગલને ભેટમાં ચઢાવશે.

માનતા માંનીને મયુર ભાઈ સરકારી નોકરીની તૈયારીમાં લાગી ગયા. થોડા જ સમયમાં તેમની મહેનત અને માં મોગલના આશીર્વાદ રંગ લાવ્યા અને તેમને જે જોઈતીતી એ સરકારી નોકરી આવી ગઈ. મયુર ભાઈની ખુશીનો પાર ન રહ્યો.

તેમને માં મોગલનો આભર માન્યો અને પોતાની માનેલી માનતા પુરી કરવા માટે તે કાબરાઉ ધામમાં ગયા અને મણિધર બાપુને ૧૨૧૨૦ રૂપિયા આપ્યા અને બાપુએ ૧૨૧૨૦ રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેમને પાછા આપ્યા કહ્યું માં મોગલ તો આપનારા છે તેને કઈ વસ્તુની જરૂર નથી.