સરકારને કહો કે આ ગાયોને અહીંથી કાઢે,મ્યુનિસિપાલિટીને પણ કહો કે ગાયોને અહીંથી કાઢે,બહેને કહ્યું મારો ભાઈ આજે દુનિયા છોડી ચાલ્યો ગયો,તેની નાની બે દીકરીઓનું ભરણપોષણ કોણ કરશે? – GujjuKhabri

સરકારને કહો કે આ ગાયોને અહીંથી કાઢે,મ્યુનિસિપાલિટીને પણ કહો કે ગાયોને અહીંથી કાઢે,બહેને કહ્યું મારો ભાઈ આજે દુનિયા છોડી ચાલ્યો ગયો,તેની નાની બે દીકરીઓનું ભરણપોષણ કોણ કરશે?

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોમાં વધારો થતો જાય છે.ઘણા અકસ્માત પુરપાટ ઝડપ હોવાથી તો ઘણા અકસ્માત ટ્રાફિકના નિયમો ઉલંઘન કરવાથી થતા હોય છે.સાથે સાથે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ પણ વધી રહ્યો છે.રખડતાં ઢોરની હડફેટે આવવાથી અસંખ્ય લોકોને ઈજાઓ થવાની ઘટનાઓ બની હોવા છતાં પણ રખડતાં ઢોરને પકડવા પાલીકાનું તંત્ર હજી ટેન્ડર પ્રક્રીયા પર જ થોભી ગઈ છે.

તાજેતરમાં જ અમદાવાદના નરોડામાં રખડતાં ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો છે.જેમાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.લોકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.પરંતુ ડોકટરો ભાવિનનો જીવ બચાવી શક્યા ન હતા.સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે યુવકનું નામ ભાવિન પટેલ હતું.તમને જણાવીએ કે ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિન પરિવારનો એક માત્ર સહારો હતો.તેના પર જ આખું ઘર નિર્ભર હતું.આવામાં તેના નિધનથી પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.ભાવિનને બે નાની દીકરીઓ છે.ત્યારે ભાવિનની બહેન મેઘલએ ભાઈની યાદમાં વિલાપ સાથે મીડિયા સમક્ષ વાત કરી હતી અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.તેમનુ કહેવું છે કે “મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત સર્જાયો છે.

સરકારને કહો કે આ ગાયોને અહીંથી કાઢે.મ્યુનિસિપાલિટીને પણ કહો કે ગાયોને અહીંથી કાઢે.”વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે “અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ.આજે મારો 38 વર્ષનો ભાઇ મૃત્યુ પામ્યો છે.તેને બે નાની દીકરીઓ છે.એમનું ભરણપોષણ કોણ કરશે?ગાયોને બસ અહીંયાથી કાઢો.”