સમાજ સેવક પોપટભાઈ ગરીબ અને નિસહાય લોકો માટે ચાર કરોડ રૂપિયાનો બજેટ લઈને કરવા જઈ રહ્યા છે આ કામ,જેમાં હજારો નિરાધારને આપવામાં આવશે આશરો…. – GujjuKhabri

સમાજ સેવક પોપટભાઈ ગરીબ અને નિસહાય લોકો માટે ચાર કરોડ રૂપિયાનો બજેટ લઈને કરવા જઈ રહ્યા છે આ કામ,જેમાં હજારો નિરાધારને આપવામાં આવશે આશરો….

અત્યારના સમયમાં અનેક શહેરોમાં ગરીબ માણસો જોવા મળતા હોય છે જેમને કોઈ આશરો નથી તેવા માણસો શહેરમાં જ્યાં જગ્યા મળી જાય ત્યાં સુઈ જતા હોય છે.ત્યારે તેવા માણસોને સુરતમાં રહેતા પોપટભાઈ મદદે આવતા હોય છે.તેમની જોડે જઈને તેમની સ્થિતિ પણ બદલી નાખતા હોય છે તેમને જરૂરિયાત વસ્તુ આપીને તેમની જિંદગી બદલી નાખતા હોય છે.તેમને રહેવા માટે ઘરની પણ સુવિધા કરી આપે છે.ગરીબ માણસો માટે પોપટભાઈ પણ દેવદૂત બનીને આવ્યા છે.

ત્યારે પોપટભાઈ ને એક વિચાર આવ્યો કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા આશ્રમની શરૂવાત કરવાનો જેની અંદર એવા માણસોની સારવાર કરવામાં આવશે કે જેમની આગળ પાછળ કોઈ નથી.જે લોકો દરરોજ જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય છે.

જેને ખાવા માટે અન્ન નથી તેવા માણસો માટે તે રહેવા જમવા માટે સોશિયલ મીડિયા આશ્રમની શરૂવાત કરવાના છે.જે ભાવનગરના મહુવા રોડ ઉપર થોડાક જ દિવસમાં ભૂમિ પૂજન પણ કરવાના છે.જે કાર્યમાં પોપટભાઈ ૪ કરોડથી પણ વધારે ખર્ચ કરીને સોશિયલ મીડિયા આશ્રમ તૈયાર કરવાના છે.

પોપટભાઈ એ અત્યાર સુધીમાં અનેક ગરીબ લોકોની મદદ કરી છે જે દરેક ગરીબ લોકોને લઈ જઈને નવા કપડાં પહેરાવી તેમની રહેણી કહેણી બદલી નાખતા હોય છે જે લોકો હજુપણ વરસાદમાં સુવા માટે મજબુર છે તેવા અનેક ગરીબ લોકો માટે ચાર કરોડના ખર્ચે ગરીબ લોકોને મદદ કરવા સોશિયલ મીડિયા આશ્રમ બનાવા માટે જઇ રહ્યા છે.

નોધ:-નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.