સંકટ મોચન હનુમાન દાદા ઉપર ટિપ્પણી કરનાર સંત પર ગુજરાતના પ્રખ્યાત આ કલાકારે સંતને લીધા આડે હાથ,કહ્યું આમાં માફી ના હોય…..
છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ સનાતન ધર્મના દેવો ઉપર ટિપ્પણીઓ કરવાના વીડિયો સતત વાયરલ થઇ રહ્યા છે.જેમા ઘણા સંતોએ ભગવાન શિવ ઉપર ટિપ્પણી કરી તો કોઈએ બ્રહ્મા અને ઇન્દ્ર ઉપર પણ ટિપ્પણી કરી હતી.ત્યારે હવે એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત સંકટ મોચન હનુમાન દાદા ઉપર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે.
સંતનું કહેવું છે કે હનુમાનજીને ભગવાન તરીકે ન ઓળખાવી શકાય.હનુમાનજી ભગવાન રામના એક અનન્ય સેવક છે.તેમની સેવાના કારણે ભગવાન રામજીએ પોતાના સમાન તેમને સરખાવ્યા છે.તેમણે બ્રહ્મચારી ગણી શકાય પરંતુ તેમને ભગવાન કદાપી ગણી શકાય નહીં.ત્યારે તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લોકકલાકાર રાજભા ગઢવીએ કડક ભાષામાં જવાબ આપ્યો છે.
ભગવાન પર વિવાદીત ટિપ્પણી કરનાર સંતોને રાજભા ગઢવીએ આડે હાથ લીધા છે.તેઓએ કહ્યું કે ‘આ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આ લોકોમાં ભગવાનને ઓળખવાની તાકાત નથી.જો કોઈ ભગવાન વિશે બોલશે તો અમે પણ તેની સામે બોલીશું.જાણી જોઈને સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.જ્યારે-જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ.’
ત્યારે ભાગવત કથાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે હું તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ મહેરબાની કરીને આ પ્રકારના વિવાદિત નિવેદનો આપવાનું ટાળે.જો એક વખત સાધુ સંતો વિફરયા તો પછી ખૂબ જ મોંઘું પડશે.શિવ જેવા કોઈ શ્રેષ્ઠ વૈષ્ણવ નથી અને વિષ્ણુ જેવો કોઈ શ્રેષ્ઠ શૈવ પંથી નથી.તેમજ જે કોઈ પણ સંપ્રદાયના જુના ચોપડાઓમાં સનાતન ધર્મને લગતું કંઈ પણ આડુ ઊંધું ચીતરવામાં આવ્યું હોય તો મહેરબાની કરી તે ચોપડાઓ ફાડી નાખો.
તમને જણાવી દઈએ કે આ મામલે અક્ષરમુનિ સ્વામીએ મીડિયા સામે પણ આ વીડિયોને લઇને સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આ વીડિયો એક વર્ષ જૂનો છે.તેમણે આગાઉ આ ટિપ્પણી કરી હતી અને તેના બાદ માફી પણ માગી હતી.હનુમાન ભક્તો અને સ્વામી અક્ષરમુનિ વચ્ચે આ મામલે એક બેઠક બાદ સમાધાન પણ થયું હતું અને અક્ષરમુનિ સ્વામીએ હનુમાન દાદાને ભગવાન તરીકે પણ સ્વીકાર્યા હતા.પરંતુ હવે એક વર્ષ બાદ આ વિડીયો વાયરલ થતા જ ફરી વિવાદ વકર્યો છે.