શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે આ પક્ષી,હરે કૃષ્ણ રાત-દિવસ બોલ્યા કરે છે,જુઓ વીડિયો
સમગ્ર વિશ્વમાં કૃષ્ણ કન્હૈયાના કરોડો અને અબજો ભક્તો છે.આ ભક્તો હંમેશા ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે.ત્યારે ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર પણ આવી રહ્યો છે.આ રીતે ભક્તોનો ઉત્સાહ બમણો થશે.આ વર્ષે જન્માષ્ટમી બે દિવસ 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટે આવી રહી છે.દરમિયાન ભગવાન કૃષ્ણનો એક અનોખો ભક્ત સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.
અમે અહીં જે અનોખા ભક્તની વાત કરી રહ્યા છીએ તે મનુષ્ય નહીં પણ પક્ષી છે.હવે તમે વિચારતા હશો કે પક્ષી ભગવાનનો ભક્ત કેવી રીતે હોઈ શકે?તો ચાલો આ રહસ્ય પણ ખોલીએ.આ પક્ષી ભગવાન કૃષ્ણનું નામ પૂરા પ્રેમથી લે છે.
‘હરે કૃષ્ણ’ અને ‘હરિ બોલ’ જેવા વાક્યો બોલીને પક્ષી તેની ભક્તિ દર્શાવે છે.ભગવાનનું નામ લેતા આ પક્ષીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પક્ષીને હરે કૃષ્ણ કહેવાનું કહે છે.ત્યારે આશ્ચર્યજનક રીતે પક્ષી પણ હરે કૃષ્ણ બોલે છે.
આ વીડિયો ભગવાન કૃષ્ણના શહેર મથુરાનો જણાવવામાં આવી રહ્યો છે.આપણે સાંભળ્યું છે કે મથુરાના દરેક કણમાં શ્રી કૃષ્ણનો વાસ છે.પણ ખબર ન હતી કે અહીંના પક્ષીઓ પણ કૃષ્ણની ભક્તિમાં આટલા લીન રહે છે.હવે કૃષ્ણ ભક્ત આ પક્ષી સોશિયલ મીડિયા પર દરેકનું ફેવરિટ છે.
તનુ નામના ટ્વિટર યુઝરે હરે કૃષ્ણ બોલતા આ અદ્ભુત પક્ષીનો વીડિયો શેર કર્યો છે.તેણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે ‘અમેઝિંગ હાર્ટ ટચિંગ સનાતની પક્ષી.જુઓ સનાતન ધર્મ શું શીખવે છે.હરે કૃષ્ણ હરે કૃષ્ણ.’તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આ વિડિયો જોઈએ.
આ વિડીયો જોયા બાદ લોકો અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવા લાગ્યા.એક યુઝરે કહ્યું ‘ભગવાનની લીલા આવી છે.પશુ-પંખી સૌ તેમના ભક્ત છે.આવો વિડિયો પહેલા ક્યારેય નહિ જોયો.જો કે કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે આ વીડિયો ફેક છે.આ પક્ષીનો વાસ્તવિક અવાજ નથી.જો કે તમને આ વિડિયો કેવો લાગ્યો.કોમેન્ટ કરીને અમને જણાવો.
💞अद्भुत💕दिल को छू लेनेवाली सनातनी चिड़िया
💞सनातन धर्म क्या सिखाता है देख लीजिए😍
💞हरे कृष्णा हरे कृष्णा❤️ pic.twitter.com/fHlZzeB7GN
— 🚩तनु 🚩 (@itsTanu22) July 18, 2022