શ્રદ્ધા કેસ પછી હવે આયુષીની મળી બેગમાંથી લાશ,આ કહાની જાણીને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે…. – GujjuKhabri

શ્રદ્ધા કેસ પછી હવે આયુષીની મળી બેગમાંથી લાશ,આ કહાની જાણીને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે….

દેશમાં હત્યાના મામલા વધી રહ્યા છે.આરોપીઓને ન તો હવે પોલીસનો ડર લાગી રહ્યો છે ન તો કાયદાની ચિંતા છે.તેઓ બેફામ ગુનાહીતી કૃત્યો ધોળા દિવસે કરવા લાગ્યા છે.ત્યારે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પાસે એક યુવતીની લાશ મળી આવી હતી.લાલ રંગની ટ્રોલી બેગમાં યુવતીની લાશ રાખવામાં આવી હતી.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને તપાસ હાથ ધરતા મહત્વની કડીઓ મળી હતી.ટ્રોલીબેગમાંથી યુવતીની લાશ મળી આવ્યા બાદ પોલીસ યુવતીની ઓળખ અને હત્યારાની ઓળખ માટે સતત કામ કરી રહી હતી.લગભગ 48 કલાકની તપાસ બાદ દિલ્હીથી આવેલા ફોન કોલ દ્વારા યુવતીની ઓળખ થઈ હતી.

આ પછી પોલીસની બે ટીમ ત્યાં પહોંચી અને યુવતીના પરિવારજનોની પૂછપરછ કરી.યુવતીના પિતા નિતેશ યાદવ સ્થળ પર મળ્યા ન હતા.જણાવી દઈએ કે મથુરામાં મળેલી યુવતીના મૃતદેહની ઓળખ આયુષી યાદવ તરીકે થઈ છે.તેની ઉંમર 21 વર્ષની હતી.તેના પિતાનું નામ નિતેશ યાદવ છે.પોલીસ આ મામલાની દરેક બાજુથી તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આયુષીની હત્યા બીજા કોઈએ નહિ પરંતુ તેના સગા પિતાએ 17 નવેમ્બરની બપોરે કરી હતી.કારણ બસ એટલું જ હતું કે આયુષી જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગઈ હતી.ખોટા અભિમાન ખાતર પિતા નિતેશ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો અને તેની એકમાત્ર પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી.

પોલીસથી બચવા માટે તેણે પુત્રી આયુષીની લાશને રાત્રે સૂટકેસમાં પેક કરી દીધી હતી અને પછી તેને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.પોલીસે મૃતક બાળકીના પિતાની ધરપકડ કરી છે.પોલીસ ટીમ સતત કેસની તપાસમાં લાગેલી છે.પોલીસે તે કાર પણ કબજે કરી લીધી છે જેમાં બાળકીના મૃતદેહને મથુરા લાવવામાં આવ્યો હતો.