શ્રદ્ધા કેસમાં આફતાબ પાસેથી નીકળશે આવી રીતે હકીકત,નાર્કો ટેસ્ટથી પકડાશે આફતાબ? – GujjuKhabri

શ્રદ્ધા કેસમાં આફતાબ પાસેથી નીકળશે આવી રીતે હકીકત,નાર્કો ટેસ્ટથી પકડાશે આફતાબ?

દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં શ્રદ્ધા હત્યા કેસને લઈને લોકો ગુસ્સે છે.સોશિયલ મીડિયા પર લોકો આરોપી આફતાબને કડકમાં કડક સજાની અપીલ કરી રહ્યા છે.ફરી એકવાર તપાસ દરમિયાન પોલીસ આફતાબના રૂમમાં તપાસ કરવા પહોંચી હતી.દિલ્હી પોલીસે હવે આફતાબના નાર્કો ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે.આ માટે પોલીસે દક્ષિણ દિલ્હીની સાકેત કોર્ટ પાસે પરવાનગી માંગી છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે આફતાબ તપાસને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.આવી સ્થિતિમાં નાર્કો ટેસ્ટ ઘણા રહસ્યો ખોલવામાં મદદ કરી શકે છે.નાર્કો ટેસ્ટ એક એવો ટેસ્ટ જેમાં માણસને ઊંઘ કે બેહોશીની સ્થિતિમાં લાવવામાં આવે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, આ ટેસ્ટ માટે કેટલીક દવાઓ ઇન્જેક્ટ કરવામાં આવે છે. જેમ કે સોડિયમ પેંટોથલ, સ્કોપોલામાઇન અને સોડિયમ અમાયટલ.

આનાથી માણસની વિચારવાની ક્ષમતા અને કલ્પના બેઅસર થઇ શકે છે અને આનાથી સાચી જાણકારી નીકાળવામાં આવી શકે છે. આ દવાઓને ટ્રુથ ડગના નામે પણ જાણવામાં આવે છે.નાર્કો ટેસ્ટ કરવાનું કારણ એ છે કે પોલીસના જણાવ્યા મુજબ શ્રદ્ધાનો હત્યારો આફતાબ તપાસમાં સહકાર આપી રહ્યો નથી.

તે શ્રદ્ધાના મોબાઈલ ફોન અને કયા હથિયારથી શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા તેની માહિતી આપી રહ્યો નથી.આ મામલે તપાસને ઝડપી બનાવવા માટે પોલીસ શ્રદ્ધાના પિતાને મુંબઈથી દિલ્હી બોલાવી શકે છે.લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આફતાબ અમીન પૂનવાલાની દિલ્હી પોલીસે શનિવારે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ અગાઉ પણ તેણીને મારી નાખવાની કોશિશ કરી હતી.પરંતુ જ્યારે શ્રદ્ધા રડવા લાગી ત્યારે તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.હત્યાના દિવસે પણ આફતાબ અને શ્રદ્ધા વચ્ચે લગ્નને લઈને ઝઘડો થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબ ફ્રીઝરમાં રાખવામાં આવેલા શ્રદ્ધાના કપાયેલા માથા પર મેક-અપ કરતો હતો અને તેને જોઈને દરરોજ તેની સાથે વાત કરતો હતો.વાત કરતી વખતે અચાનક ગુસ્સે થઈ જતો તો તે તેના ગાલ પર થપ્પડ પણ મારતો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન તેણે આ બાબતોની કબૂલાત પણ કરી હતી.