શું ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિરખાન સાથે દેખાશે શાહરુખ ખાન? રિલીઝ પહેલાં સામે આવ્યું મોટું અપડેટ – GujjuKhabri

શું ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિરખાન સાથે દેખાશે શાહરુખ ખાન? રિલીઝ પહેલાં સામે આવ્યું મોટું અપડેટ

બોલિવૂડ સ્ટાર આમિર ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ને લઈને ચર્ચામાં છે.આ ફિલ્મને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને પણ ઘણી વખત અહેવાલો આવ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું હતું કે અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ને કારણે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.આ રિપોર્ટ્સ સિવાય ‘લાલ સિંહ ચડ્ડા’ને લઈને ઘણા દિવસોથી એક સમાચાર ચાલી રહ્યા છે કે આ ફિલ્મમાં બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ જોવા મળી શકે છે.આ ફિલ્મમાં તેમનો કેમિયો જોવા મળશે.હવે શાહરૂખ ખાનના રોલને લઈને પણ એક નવું અપડેટ આવ્યું છે.જે ચાહકોને નિરાશ કરવાની સાથે તેમને ખુશ પણ કરી શકે છે.

આ દિવસોમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ પોતાની ફિલ્મ જવાન અને પઠાણને લઈને ચર્ચામાં છે.આ બે ફિલ્મોના કારણે તે કોઈ પણ શોમાં વધારે જોવા નથી મળતા.આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે શાહરૂખ ખાન બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં જોવા મળી શકે છે.તેમની ભૂમિકા ખૂબ નાની હશે.પરંતુ મજબૂત હશે.બંને સાથે આવવાના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા.પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં ચોક્કસ જોવા મળશે.પરંતુ આમિર ખાન સાથે તેનો કોઈ સીન નથી.આ સમાચાર સામે આવ્યા પછી જે ચાહકો બંનેને એકસાથે જોવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ નિરાશ થઈ શકે છે.

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ 11 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન અને નાગા ચૈતન્ય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મની બોક્સ ઓફિસ અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનથી થવા જઈ રહી છે.