શું રસ્તા પર જ રખડતા રહેશે ઢોર? માલધારીઓની સરકારે માની લીધી વાત ?આવી ગયો નિર્ણય

ગુજરાતમાં રસ્તા પર રખડતા ઢોરોને અંકુશમાં લેવા રાજ્ય સરકારે ગત વિધાનસભામાં વિપક્ષનાવિરોધ વચ્ચે ઢોર નિયંત્રણ વિધેયક પસાર કર્યું હતું.જેને લઈને માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ બિલની અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.માલધારી પશુ પાલકો દ્વારા ગત રોજ દૂધનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યુ હતું.

કેલીક જગ્યાએ દૂધ લોકોને પીવડાવવામાં આપ્યુ હતું તો ઘણી જગ્યાએ દૂધ રસ્તા પરના કુતરાઓને પીવડાવી દેવામાં આવ્યું હતું.કેટલીક જગ્યાએ તો દૂધ નદીમાં વહાવી દેવામાં આવ્યું હતું.તમને જણાવીએ કે રાજ્યપાલ દેવવ્રત આચાર્યે આ વિધેયક પર સહી નહીં કરીને સરકારને પુન: વિચારણા માટે પરત મોકલાવ્યું છે અને

બુધવારથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચી લેવામાં આવશે.આ કારણોસર માલધારી- પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.અમદાવાદ જેવા મોટા શહેરોમાં રખતા ઢોરોની સમસ્યા વકરતા સરકારે માલધારી- પશુપાલકોની વાત સાંભળ્યા વિના જ વિધાનસભામાં ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરી દીધો હતો.

ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ, 2022 ના રોજ બજેટ સત્રના છેલ્લા દિવસે “ધ ગુજરાત કેટલ કંટ્રોલ (કીપિંગ ઍન્ડ મૂવિંગ) ઇન અર્બન એરિયાઝ બિલ, 2022” પસાર કરવામાં આવ્યું હતું.તે સમયે ગુજરાતના શહેરી વિકાસમંત્રી વિનોદભાઈ મોરડિયાએ વિધાનસભામાં કહ્યું હતું કે ‘શહેરીવિસ્તારોમાં ગાય,બળદ,સાંઢ,ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતાં જોવાં મળે છે.

જેના કારણે રસ્તાઓ અને જાહેરસ્થળો ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે.જેને નાથવા માટે આ બિલ રજૂ કરવામાં આવે છે.’આવામાં વિધાનસભામાં કોંગ્રેસે આ બિલનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.વિધાનસભામાં મોડી રાત સુધી ચર્ચા ચાલી હતી.પણ બહુમતીના જોરે આ બિલ પસાર કરી દેવાયું હતું.

માલધારી સમાજે આ કાયદો રદ કરવાની માંગ બુલંદ બનાવી હતી.મુખ્યમંત્રીને પણ રજુઆચ કરી હતી. એટલું જ નહીં વિધાનસભા સત્રના એક દિવસ અગાઉ શેરથા ખાતે માલધારી મહાપંચાયતે સંમેલન બોલાવી ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માટે સરકારને અલ્ટીમેટ પણ આપ્યું હતું.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Similar Posts