શું તમને પણ વ્યસન નથી છુટતું? તો વ્યસન છોડવા માટે પોહચી જાવ ગુજરાતના આ ગામમાં,આ દાદા ઘણાએ લોકોને…. – GujjuKhabri

શું તમને પણ વ્યસન નથી છુટતું? તો વ્યસન છોડવા માટે પોહચી જાવ ગુજરાતના આ ગામમાં,આ દાદા ઘણાએ લોકોને….

આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો વ્યસનના રવાડે ચઢીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે.નાની નાની ઉંમરમાં યુવકો વ્યસનના રવાડે ચઢી જાય છે અને પોતાનું જ નુકસાન કરી બેસે છે.એકવાર વ્યસનમાં સપડાઈ ગયા પછી તેને છોડવું ખુબજ મુશ્કિલ છે.ત્યારે ઘણા લોકો વ્યસન છોડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો પણ કરે છે.પણ ભાગ્યે જ કોઈને સફળતા મળે છે.

વ્યસનની ચંગુલમાંથી છોડાવવા અમરેલીના સાવરકુંડલામાં રહેતા દાદાબાપુ કાદરી લોકોને વ્યસન મુક્ત બનાવી રહ્યા છે.જેઓએ 9 વર્ષ પહેલા પાંચ વ્યક્તિને વ્યસનથી મુક્ત કર્યા હતા.અત્યારસુધીમાં તેઓએ 95 હજાર લોકોને સમજાવીને વ્યસન છોડાવ્યું છે.દાદાબાપુ કાદરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે.તેઓ વ્યસન મુક્તિ અભિયાન દરમિયાન કોઈ નાત-જાત જોયા વિના આ કામ કરી રહ્યા છે.જેની આખા ગુજરાતમાં સરાહના થઇ રહી છે.

દાદાબાપુ કાદરીએ જ્યારે જોયુ કે વ્યસનને કારણે કેટલાય પરિવારો શારીરિક,માનસિક,આર્થીક રીતે હેરાન થઈ રહ્યા છે.ત્યારે તેમણે વ્યસન મુક્તિ માટે એક ટીમ બનાવી અને એવા પાંચ લોકોની પસંદગી કરી જેઓ 40 વર્ષથી દારૂ પીતા હતા.તેમને વ્યસનથી દૂર કર્યા.તમને જાણીને નવાઈ લાગશે કે લોકો દૂર દૂરથી પોતાનું વ્યસન છોડવા માટે અહીં આવે છે.જે વ્યકતિ અહીં આવે છે.તે 100 ટકા વ્યસન છોડી દે છે.એટલું જ નહિ તેમને બીજીવાર વ્યસન કરવાનું મન પણ નથી થતું.40 વર્ષથી વ્યસન કરતા લોકો પણ અહીં 1 મિનિટમાં વ્યસન છોડી દે છે.

દાદા બાપુ દ્વારા સમજાવ્યા બાદ અનેક લોકો વ્યસનથી છૂટકારો મેળવ્યો છે. આ કામ માટે એકપણ રૂપિયાની ફી લેવામાં આવતી નથી, જો કે લોકો ખુશ થઇને શાલ અથવા તો ટોપી ઓઢાળી સન્માન કરે છે. દાદા બાપુ દ્વારા ચલાવવામાં આવેલા વ્યસન મુક્તિ અભિયાનથી વ્યસનીઓની સંખ્યા ઘટી રહી છે. દાદા બાપુ દ્વારા ચલાવવામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્ર અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલું છે.