શું ગુજરાત પોલીસમાં મોટા પાયે થવા જય રહી છે બદલી અને બઢતી! આટલા IPSની થઈ શકે છે બદલી…. – GujjuKhabri

શું ગુજરાત પોલીસમાં મોટા પાયે થવા જય રહી છે બદલી અને બઢતી! આટલા IPSની થઈ શકે છે બદલી….

ચૂંટણી આવતા પોલીસ ખાતામાં બદલીઓનો દોર મોટા પાયે શરૂ થઈ ગયો છે. ત્યારે વધુ એક વખત પોલીસ બેડામાં મોટે પાયે બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ પી.આઈ ની બદલી કરવામાં આવી હતી.આવામાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મોડી રાતે 22 આઈ.પી.એસ.ની બદલી કરવામાં આવી છે.આપણે જાણીએ છે કે

વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી આણંદ SP સહિત અલગ અલગ જગ્યાએથી 22 IPS અધિકારીને બદલી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ ચૂંટણીલક્ષી આ બદલીમાં હજુ આ સિલસિલામાં મોટા અધિકારીઓને બદલી આવે તેવી પૂરી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચના વડા આર બી બ્રહ્મભટ્ટને CIDના DGP બનાવવામાં આવ્યા છે.અત્યાર સુધી આશીષ ભાટીયા પાસે વધારાનો ચાર્જ હતો.

તમને જણાવીએ કે ભાવનગરના સૌથી લોકપ્રિય અને યુવાન એએસપી સફીન હસનને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સાથે સાથે રાજકોટના પ્રવીણકુમારને આણંદના એસપી બનાવાયા છે.જોઈ શકાય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી બદલી કરવામાં આવેલ

તમામ અધિકારીઓ ટૂંક સમયમાં નવી જગ્યા પર જલ્દીથી ચાર્જ લઈ પોતાની ફરજ બજાવશે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.આવામાં જોવાનું એ રહ્યું કે આઈ પી એસ અધિકારીની બદલી થતાં હવે અન્ય આઇપીએસની પણ ટૂંક સમયમાં બદલી કરવામાં આવશે કે નહિ.