શું ગુજરાતમાં આ જગ્યાએ દેખાયું એલિયન?આકાશમાં ચમકતી દેખાઈ આ આવી વસ્તુ…. – GujjuKhabri

શું ગુજરાતમાં આ જગ્યાએ દેખાયું એલિયન?આકાશમાં ચમકતી દેખાઈ આ આવી વસ્તુ….

આ દિવસોમાં એલિયન્સ વિશે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ તેજ બની છે.એલિયન્સ વિશે દરરોજ અનેક દાવા કરવામાં આવે છે.જેના વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? વૈજ્ઞાનિકો વર્ષોથી આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે.પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી.

એલિયન્સની દુનિયાને જાણવાની દરેક વ્યક્તિમાં ઉત્સુકતા છે.દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું એલિયન્સની દુનિયા બ્રહ્માંડના કોઈ છેડે રહે છે.શું તેઓ પણ આપણા અને આપણી પૃથ્વીનો સંપર્ક કરીને આપણા વિશે જાણવા ઈચ્છે છે.વૈજ્ઞાનિકો આ તમામ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં.

આવામાં આપણા ગુજરાતના બગોદરા અને લીંબડી વચ્ચેના ગામોમાં એક અવકાશી નજારો જોવા મળ્યો હતો.જેથી કોઈ ખગોળીય વસ્તુઓ અને પદાર્થ હશે તેવી લોકોમા ચર્ચા શરૂ થઇ છે.આ અગાઉ એપ્રિલ મહિનામાં કચ્છમાં ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ મંડાઈ હતી.

જો કે એવી પણ ચર્ચા છે કે સુરેન્દ્રનગરના આકાશમાં દેખાયેલ આ ચળકતી લાઈનબંધ ચીજ સેટેલાઈટ ટ્રેન છે.દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે સ્ટારલિંક પ્રોજેક્ટ શરૂ કર્યો છે.જે અંતર્ગત સેંકડો સેટેલાઈટ છોડવામાં આવ્યા છે.