શું એરપોર્ટ પર રોકવામાં આવ્યો શાહરુખ ખાનને? કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ?…..
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ગણતરી મોટા કલાકારોની સાથે સાથે અમીર સ્ટાર્સમાં થાય છે.હાલમાં જ શાહરૂખ એક એવોર્ડ શોમાં હાજરી આપવા માટે દુબઈ પહોંચ્યા હતા.ત્યાં પણ તેમણે પોતાની ખાસ સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા.પરંતુ દુબઈથી પરત ફરતી વખતે તેમને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા.રાત્રે શાહરૂખ પોતાની ટીમ સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
કસ્ટમ વિભાગના અધિકારીઓએ શાહરૂખ અને તેમની આખી ટીમને ન માત્ર રોકી,પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લગભગ એક કલાક સુધી તેમની પૂછપરછ પણ કરી.શાહરૂખ અને તેની મેનેજર પૂજા દદલાની એક કલાક પછી એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા.જ્યારે તેમનો બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમના હાથે ઝડપાઈ ગયો હતો.
આ મામલો લાખો રૂપિયાની કિંમતની ઘડિયાળો ભારતમાં લાવવા અને તેના માટે કસ્ટમ ડ્યુટી ન ચૂકવવાનો છે.પૂછપરછ બાદ સવારે 5 વાગ્યે તમામને 6.83 લાખનો દંડ ભરીને છોડી મુકવામાં આવ્યા હતા.એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાન તેમની ટીમ સાથે ખાનગી ચાર્ટર પ્લેન VTR – SGમાં મુંબઈ પરત ફર્યા હતા.
શાહરૂખ ખાનની ટીમ મોંઘી ઘડિયાળો BUBEN & ZORWEG ઘડિયાળ, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, Esprit-8 બ્રાન્ડની ઘડિયાળ (લગભગ 8 લાખ રૂપિયા),એપલ સીરીઝની ઘડિયાળો લઈને આવી હતી.આ સાથે ઘડિયાળના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા.જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી.