શિક્ષકની બદલી થતા વિધાર્થીઓ શિક્ષકને ભેટીને રડી પડ્યા તો આવો પ્રેમ જોઈને શિક્ષકની આંખો પણ ભીની થઇ ગઈ.
આપણે ઘણા કિસ્સાઓ બનતા જોતા હોઈએ છીએ જ્યાં ઘણા શિક્ષકો અને અધિકારીઓની બદલી થતી હોય છે, તો તે સમયે તેમની માટે એક વિદાયનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે અને તેમાં ઘણા લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાની એક શાળામાંથી સામે આવ્યો હતો.
આ કિસ્સાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ હતી, તે વાયરલ થયેલી તસવીરો જોઈને દરેક લોકો ભાવુક થઇ ગયા હતા, ચંદૌલીની કમ્પોઝીટ શાળામાં ફરજ બજાવતા આ શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ જોઈને દરેક લોકો ભાવુક થઇ ગયા હતા, આ શિક્ષકની બદલી બાદ શાળાના દરેક વિદ્યાર્થીઓ ભાવુક થઈને ભીની આંખે રડી રહ્યા હતા.
આ શિક્ષકની બદલી થવાની હતી તે માટે શાળાના સ્ટાફે તે શિક્ષક માટે વિદાય સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ શિક્ષકને ગળે વળગીને રડી પડ્યા હતા. આ ઘટના ચંદૌલી જિલ્લાની કમ્પોઝિટ સ્કૂલમાંથી સામે આવી હતી, આ શાળામાં નોકરી કરતા શિક્ષક શિવેન્દ્ર સિંહ બઘેલએ આ શાળામાં ચાર વર્ષ નોકરી કરી હતી.
તેથી શિવેન્દ્ર સિંહને શાળાના બાળકો અને બીજા શિક્ષકો સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો અને તેમની બદલી બીજા જિલ્લામાં કરવામાં આવી હતી એટલે દરેક વિધાર્થીઓ ખુબ જ દુઃખી થઇ ગયા હતા, જ્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકને વિદાય આપી રહ્યા હતા તે સમયે દરેક વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા હતા.
દરેક વિધાર્થીઓ શિક્ષકને ગળે વળગીને રડવા લાગ્યા હતા, આ શાળાના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકને જવા દેવા ન હતા એટલે દરેક બાળકો ભાવુક થઈને ભીની આંખે રડી રહ્યા હતા, તો શિવેન્દ્ર સિંહ પણ બાળકોને સમજાવતા સમજાવતા ભાવુક થઈને રડી પડ્યા હતા.